આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ સુનીલ શેટ્ટીના ખંડાલા બંગલાઓએ સાત ફેરા લીધા
અભિનેત્રી આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલ કાયમ માટે કપલ બની ગયા છે. આથિયા અને કેએલ રાહુલ સોમવારે 23 જાન્યુઆરીએ લગ્નગ્રંથીએ જોડાઇ ગયા છે. સુનીલ શેટ્ટીના ખંડાલા બંગલામાં સંપૂર્ણ ખાનગી રાખવામાં આવ્યો હતો. આ શાહી લગ્નમાં બોલિવૂડ અને સ્પોર્ટ્સ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ અને કપલના નજીકના મિત્રોએ હાજરી આપી હતી.
આથિયા શેટ્ટીના પિતા અને બોલિવૂડ સ્ટાર સુનીલ શેટ્ટી મીડિયાને મળવા માટે બહાર આવ્યા છે. તેણે પેસ્ટલ પિંક કલરની ધોતી અને કુર્તો પહેર્યો છે. સુનીલ સાથે તેનો પુત્ર અહાન શેટ્ટી પણ જોવા મળ્યો હતો. બંનેએ પાપારાઝી ફોટોગ્રાફરને મીઠાઈઓ આપી હતી.
લગ્નમાં અનુપમ ખેર-અંશુલા કપૂર પહોંચ્યા હતા
કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્નમાં બોલિવૂડના ફેમસ એક્ટર અનુપમ ખેર પણ પહોંચ્યા હતા. તેમનું નામ ગેસ્ટ લિસ્ટમાં પણ હતું. અનુપમ નવા યુગલને આશીર્વાદ આપવા ગયા હતા. આ સિવાય અથિયાના ફ્રેન્ડ અને સ્ટાર કિડ્સ કૃષ્ણા શ્રોફ અને અંશુલા કપૂર પણ લગ્નનો ભાગ બન્યા હતા. કૃષ્ણા જેકી શ્રોફની પુત્રી છે અને અંશુલા બોની કપૂરની પુત્રી છે.
ક્રિકેટર ઈશાંત શર્મા લગ્નમાં ગેસ્ટ તરીકે પહોંચ્યો હતો
આથિયા અને કેએલ રાહુલે ઘણાં લાંબા સમયની મિત્રતા બાદ લગ્ન કર્યા છે.. કપલના લગ્નમાં બંનેના પરિવારજનો અને નજીકના લોકો જ હાજર રહ્યા હતા. ક્રિકેટર ઈશાંત શર્મા આથિયા અને કેએલ રાહુલના લગ્નમાં હાજરી આપવા પહોંચ્યા હતા.
ખંડાલા સ્થિત સુનિલ શેટ્ટીના બંગલામાં યોજાયા લગ્ન
આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ સુનીલ શેટ્ટીના ખંડાલા બંગલા ખાતે સાત ફેરા લીધા હતા. કેએલ રાહુલ, તેનો પરિવાર અને નજીકની લોકો રેડિસન હોટલમાં રોકાયા હતા. કેએલ રાહુલની જાન આ હોટલથી શરૂ થઇ હતી. આ સરઘસ લગભગ 2.30 વાગ્યે સુનીલ શેટ્ટીના ઘરે પહોંચ્યું હતું. સુનીલ શેટ્ટી, તેની પત્ની અને આથિયા ખંડાલાના ઘરમાં જ રહ્યા હતા.
ફોનના કેમેરા પર સ્ટિકર લગાવવામાં આવ્યા
આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નમાં કોઈ ફોન પોલિસી રાખવામાં આવી ન હતી. લગ્નની તસવીરો અને વીડિયો લીક ન થાય તે ધ્યાનમાં રાખીને તમામ લોકોના ફોનના કેમેરામાં સ્ટીકરો લગાવવામાં આવ્યા હતા.
સુનીલ શેટ્ટીએ મીડિયાના ખાવા-પીવાનું ધ્યાન રાખ્યું હતું
સુનીલ શેટ્ટીએ ઘરની બહાર હાજર મીડિયાકર્મીઓ માટે ભોજન અને ઠંડા પાણીની વ્યવસ્થા કરી હતી. સુનીલ શેટ્ટી ઇચ્છતા હતા કે તેમની પુત્રી આથિયા અને કેએલ રાહુલના લગ્નને કવર કરવા માટે ત્યાં પહોંચેલા તમામ મીડિયા લોકોનું ધ્યાન રાખવામાં આવે. સુનીલ શેટ્ટીએ મીડિયાકર્મીઓ માટે ટેન્ટ પણ લગાવ્યો હતો. રવિવારે રાત્રે સંગીત સેરેમની બાદ સુનીલ શેટ્ટીએ તમામ પાપારાઝીઓને ચિકન બિરયાની ખવડાવી હતી.