અમેરિકાના બાલ્ટીમોરમાં પુલ સાથે અથડાયેલા કન્ટેનર જહાજના તમામ 22 ક્રૂ મેમ્બર ભારતીય છે.
કંપની દ્વારા જારી નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. જહાજના માલિકે કહ્યું કે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈનું મોત થયું નથી.

જોકે, કોસ્ટગાર્ડ, ફાયર ડિપાર્ટમેન્ટ સહિતની ઘણી એજન્સીઓનું કહેવું છે કે આ દુર્ઘટનામાં ઘણી જાનહાનિ થવાની આશંકા છે.
જો કે લોકોની ચોક્કસ સંખ્યા જાણી શકાઈ નથી.
સિનર્જી મરીન ગ્રૂપ નામની કંપનીએ જણાવ્યું કે, સિંગાપોર-ધ્વજવાળું કન્ટેનર જહાજ ગ્રેસ ઓશન Pte લિમિટેડની માલિકીનું છે.
આ જહાજ બાલ્ટીમોરથી કોલંબો જઈ રહ્યું હતું.
બે પાઈલટ સહિત તમામ ક્રૂ મેમ્બરને શોધી કાઢવામાં આવ્યા છે.
કોઈ જાનહાનિના અહેવાલ નથી. નદીમાં કોઈ પ્રદૂષણ થયું નથી.

શિપ મેનેજમેન્ટ કંપની સિનર્જી મરીન ગ્રૂપે જણાવ્યું હતું કે આ ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી નક્કી થયું નથી.
શિપિંગ કંપની મેર્સ્કે કહ્યું, બાલ્ટીમોરમાં થયેલા અકસ્માતથી અમે ગભરાયેલા છીએ,અમારી સંવેદના પીડિતો સાથે છે,જહાજ પર કોઈ મેર્સ્ક ક્રૂ સવાર ન હતા.
અકસ્માત બાદ કંપનીના માલિકો અને મેનેજરે જણાવ્યું હતું કે સિંગાપોરના ધ્વજવાળા કન્ટેનર જહાજ ‘DALI’ (IMO 9697428) પર સવાર બે પાઇલોટ સહિત તમામ ક્રૂ મેમ્બરો શોધી કાઢવામાં આવ્યા છે.
કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી.
DALI એ તેની ક્વોલિફાઈડ ઈન્ડિવિજ્યુઅલ ઈન્સીડેન્ટ રિસ્પોન્સ સર્વિસ (QIIRS): Grace Ocean Pvt. Ltd. સક્રિય કરી છે.
ન્યૂઝ એજન્સી રોઇટર્સના રિપોર્ટ અનુસાર, મંગળવારે વહેલી સવારે યુએસ બંદર બાલ્ટીમોરમાં 948 ફૂટનું કન્ટેનર જહાજ ચાર લેનવાળા પુલ સાથે અથડાયું હતું. પુલ તૂટી પડયો હતો અને ત્યાંથી પસાર થતી કાર અને લોકો નીચે નદીમાં પડ્યા હતા. બચાવકર્મીઓએ બે લોકોને બહાર કાઢ્યા હતા. એકની હાલત અત્યંત ગંભીર છે,તેને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અકસ્માતમાં જે બ્રિજ તૂટી પડ્યો તેનું નામ ફ્રાન્સિસ સ્કોટ કી બ્રિજ છે.