આજે સમગ્ર વિશ્વ ક્રિસમસનું પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે બીજી તરફ આઈઝરાયેલે ક્રિસમસની પૂર્વ સંધ્યાથી લઈને આજે સવાર સુધી ગાઝા પર બોમ્બમારો જેપણ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધની સ્થિતિ બની રહી છે અને ઈઝરાયેલે ક્રિસમસની પૂર્વ સંધ્યાથી લઈને આજે સવાર સુધી ગાઝા પર બોમ્બમારો કરતા લગભગ 70 લોકોના મોત થયાના અહેવાલ છે.
પેલેસ્ટાઈનના આરોગ્ય મંત્રાલયના પ્રવક્તાએ ઈઝરાયેલના આ હુમલાને વખોડી કાઢી આ ઘટનાને ‘નરસંહાર’ ગણાવી હતી.
આ હુમલો અલ-મગાજી શરણાર્થી શિબિર પર કરવામાં આવ્યો છે.
ઈઝરાયેલના આ હુમલા પર ફ્રીડમ થિયેટરએ કહ્યું કે અધિકૃત વેસ્ટ બેંકમાં જેનિન શરણાર્થી શિબિર પર ઈઝરાયેલ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે.
જેનિન-આધારિત થિયેટર કંપનીએ X પર એક પોસ્ટમાં લખ્યું કે ક્રિસમસ ડેની શરૂઆત જેનિન શરણાર્થી શિબિર પર બીજા હુમલા સાથે થઈ છે.
મહત્વનું છે કે ફ્રીડમ થિયેટરના નિર્માતા મુસ્તફા શેટાને ઈઝરાયેલની સેનાએ 13 ડિસેમ્બરે ધરપકડ કરી હતી,ત્યારથી તેઓ કસ્ટડીમાં છે.
સમગ્ર મામલે ઈઝરાયેલની સેનાનું પણ નિવેદન સામે આવ્યું છે, સેનાનું કહેવું છે કે, તેઓ આ ઘટનાની સમીક્ષા કરી રહ્યા છે.
સેનાનું કહેવું છે કે, તેઓ હમાસને નિશાન બનાવવા માંગે છે સામાન્ય લોકોને નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે ગઇ તા. 7 ઓક્ટોબરના રોજ હમાસે સૌથી પહેલા ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો ત્યારથી ઈઝરાયેલ હમાસ ઉપર હુમલા ચાલુ રાખ્યા છે જે આજે નાતાલ પર્વ ઉપર પણ યુદ્ધ ચાલુ રહ્યું છે.
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તેને બે મહિનાથી વધુ સમય થઈ ગયો છે. પરંતુ યુદ્ધ સમાપ્ત થવાના કોઈ ચિહ્નો નથી. આ દરમિયાન ઈઝરાયેલે ગાઝા પટ્ટીમાં પોતાના હુમલાઓ વધુ તીવ્ર કર્યા છે. આ સંદર્ભમાં, રવિવારે, હમાસ સંચાલિત ગાઝામાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે શરણાર્થી શિબિરમાં ઘણા ઘરો પર ઇઝરાયેલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 70 લોકો માર્યા ગયા છે.