વિશ્વમાં યુદ્ધનો માહોલ યથાવત રહ્યો છે, હવે ઈરાને ઈઝરાયેલ પર 100 થી વધુ ડ્રોન અને 150 બેલેસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો હતો જોકે,અગાઉથી જ એલર્ટ
ઈઝરાયેલની સેનાએ તરતજ આ હુમલો ખાળી લીધો હતો ને હાઈ એલર્ટ પર છે બીજી તરફ ઈરાને કહ્યું છે કે આ ઈઝરાયેલના હુમલાનો જવાબ છે.

ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF) એ દાવો કર્યો છે કે ઈરાને 100 થી વધુ ડ્રોન અને 200 થી વધુ બેલેસ્ટિક મિસાઈલો વડે ઈઝરાયેલ પર હુમલો કર્યો છે. ઈઝરાયેલની સેનાએ કહ્યું કે અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. ઈઝરાયેલે તેની એર સ્પેસ સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. ઘણા શહેરોમાં એલર્ટ સાયરન વગાડવામાં આવી રહ્યા છે.

ઈઝરાયેલની હવાઈ અને નૌકાદળને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. 
હુમલાની માહિતી મળતા જ ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ તરત જ યુદ્ધ બેઠક બોલાવી હતી. તમને જણાવી દઈએ કે ઈઝરાયેલ સિવાય લેબનોન અને જોર્ડને પણ પોતાની એરસ્પેસ બંધ કરી દીધી છે. ઈરાનના હુમલા પછી IDF એ એક વીડિયો મેસેજ જાહેર કર્યો જેમાં કહ્યું કે, “IDF, તેના સહયોગીઓ સાથે તેની તમામ શક્તિ સાથે ઈઝરાયેલની રક્ષા કરવા માટે તૈયાર છે.”

બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનાકે ઈરાન દ્વારા ઈઝરાયેલ પરના હુમલાની નિંદા કરી વખોડી કાઢ્યો હતો.
તેમણે કહ્યું કે, બ્રિટન ઈઝરાયેલની સુરક્ષા માટે ઊભું રહેશે.
સુનકે જણાવ્યું હતું કે બ્રિટન, તેના સાથી દેશો સાથે પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છીએ.

ડ્રોન હુમલાના કલાકો બાદ ઈરાને કહ્યું કે, આ સીરિયાના દમાસ્કસમાં ઈઝરાયેલના દૂતાવાસ પરના હુમલાનો જવાબ હતો.
આ હુમલા સાથેજ ઈરાને યુદ્ધ ખતમ કરવાની વાત કરી હતી અને કહ્યું કે, “આ હુમલા સાથે અહીં મામલો સમાપ્ત થાય છે.”
જો કે ઈરાને ઈઝરાયેલને પણ ધમકી આપી છે. ઈરાને કહ્યું કે જો ઈઝરાયલી શાસન બીજી ભૂલ કરશે તો ઈરાનની પ્રતિક્રિયા ખૂબ જ ગંભીર હશે.
તેણે અમેરિકાને પણ ચેતવણી આપતા કહ્યું કે આ સંઘર્ષ ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે છે અને અમેરિકાએ આનાથી દૂર રહેવું જોઈએ.

યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસેએ ઈરાન દ્વારા ઈઝરાયેલ પરના હુમલાને ખેદજનક ગણાવ્યો અને તેમણે કહ્યું કે દેશ અને વિશ્વ બીજા યુદ્ધને પરવડી શકે તેમ નથી, સાથે જ સેક્રેટરી જનરલ ગુટેરેસે બંને દેશોને તાત્કાલિક યુદ્ધ ખતમ કરવાની અપીલ કરી હતી.