નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર અડધો કલાકથી વધુ સમય સુધી વરસાદ વરસ્યો, પ્લે ઓફમાં નથી કોઇ રિઝર્વ ડે

નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
ગુજરાત ટાઇટન્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચેની મેચ પહેલા વરસાદનું વિઘ્ન જોવા મળ્યું છે. ખેલાડીઓ મેદાન પર વોર્મ અપ માટે આવે તે પહેલા જ વરસાદ શરૂ થઇ ગયો હતો અને ખેલાડીઓ વોર્મ અપ કરવાથી વંચિત રહ્યા હતા. જોકે મુંબઇ ઇન્ડિયન્સ માટે આ વરસાદ વિલન બની શકે છે જે પ્રકારે વરસાદે સાંજે છ કલાકથી અડધા કલાક પણ વઘુ સમય સુધી દેવાવાડી કરી હતી.

ગુજરાતને પ્રથમ ક્વોલિફાયરમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તેથી તે બીજા ક્વોલિફાયરમાં પહોંચી હતી. બીજી તરફ એલિમિનેટર મેચમાં મુંબઈએ લખનૌ સુપર જાયન્ટ્સને હરાવ્યું હતું. હવે જે ટીમ બીજા ક્વોલિફાયરમાં જીતશે તે ફાઇનલમાં પહોંચશે. આ મેચમાં બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી શકે છે.

હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ટીમ ગુજરાતે સમગ્ર સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેની પાસે સારા બેટ્સમેનની સાથે ખતરનાક બોલર પણ છે. પંડ્યા અને કોચ આશિષ નેહરાની રણનીતિ મેચમાં ઘણી અસરકારક સાબિત થાય છે. તેને પ્રથમ ક્વોલિફાયરમાં ચેન્નાઈએ પરાજય આપ્યો હતો. પરંતુ બીજા ક્વોલિફાયરમાં મેચ રોમાંચક બની શકે છે. આમાં શુભમન ગિલની સાથે રાશિદ ખાન ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. રાશિદે બોલિંગની સાથે સાથે બેટિંગમાં પણ શાનદાર પરિણામ દર્શાવ્યા છે. ટીમને ડેવિડ મિલર અને રાહુલ તેવટિયા પાસેથી પણ આશા હશે.

આ સિઝન મુંબઈ ઈન્ડિયન્સ માટે ઉતાર-ચઢાવથી ભરેલી હતી. પરંતુ તેણે પ્લેઓફમાં જગ્યા બનાવી હતી. ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા નંબર પર હતી. આ પછી, એલિમિનેટરમાં લખનૌને હરાવીને, તે બીજા ક્વોલિફાયરમાં પહોંચ્યું. હવે તેમની સામે ગુજરાત પડકાર રજૂ કરશે. મુંબઈ માટે આ મેચ જીતવી આસાન નહીં હોય. જોકે રસપ્રદ વાત એ છે કે બંને ટીમો પાસે વિસ્ફોટક બેટ્સમેન છે. આ મેચમાં કેમરૂન ગ્રીન ટીમ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. સૌની નજર સૂર્યકુમાર યાદવ પર પણ રહેશે.

સંભવિત પ્લેઇંગ ઇલેવન –

ગુજરાત ટાઇટન્સઃ રિદ્ધિમાન સાહા, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા, વિજય શંકર, ડેવિડ મિલર, દાસુન શનાકા, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, યશ દયાલ, અલઝારી જોસેફ/નૂર અહેમદ/જોશ લિટલ, મોહમ્મદ શમી

મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા, ઈશાન કિશન, કેમેરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, નેહલ વાધેરા, ટિમ ડેવિડ, ક્રિસ જોર્ડન, પીયૂષ ચાવલા, આકાશ માધવાલ, જેસન બેહરનડોર્ફ