IPlની પ્રથમ મેચથી સ્ટાર સ્પોર્ટ્સ 4K ચેનલની શરૂઆત

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં બે અલગ-અલગ બ્રોડકાસ્ટર્સ સાથેની શરૂઆત થઇ છે અને તેનો સીધો લાભ સામાન્ય નાગરિકોને મળી રહ્યો છે. બ્રોડકાસ્ટિંગ વોરમાં ડિઝની-સ્ટાર અને વાયકોમ 18 વચ્ચે હવે જોરદાર સ્પર્ધા છે. ડિઝની-સ્ટારે શુક્રવારે IPL માટે ભારતની પ્રથમ 4K ટીવી ચેનલ લોન્ચ કરવા માટે તૈયાર છે. આમ, પ્રતિસ્પર્ધી Jio Cinema ના IPL ને 4K માં પ્રતિસાદ આપવા માટે, Star Sports 4K માં GT vs CSK LIVE બ્રોડકાસ્ટ અલ્ટ્રા હાઈ ડેફિનેશન (4K) માં કરશે. કારણ કે Jioએ પહેલેથી જ જાહેર કરી દીધું છે કે તેઓ આઇપીએલનું પ્રસારણ 4Kમાં કરશે.

સ્ટાર સ્પોર્ટ્સે 2015 વર્લ્ડ કપ દરમિયાન ટ્રાયલ શરૂ કરી હતી. પસંદગીની મેચોનું 4K માં જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. જો કે, 2015 ની આસપાસ ઘણા બધા 4K ટીવી સેટનું ભારતમાં માર્કેટ ન હતું. પરંતુ હવે જ્યારે 4K ટીવી સામાન્ય લોકો માટે પરવડે તેવા બની ગયા છે અને મોટાભાગની મિડ-રેન્જ અને કેટલાક બજેટ મોબાઇલ હેન્ડસેટ પણ 4K રિઝોલ્યુશન ઓફર કરે છે ત્યારે સ્ટાર સ્પોર્ટ્સ અને 4Kની માંગ વધી રહી છે.

દરમિયાન, સ્ટાર સ્પોર્ટ્સ અને JioCinema પણ શ્રેષ્ઠ કોમેન્ટેટર્સની નિમણૂક કરવા માટે લડાઈમાં છે. તાજેતરમાં સ્ટાર સ્પોર્ટ્સે સ્ટીવ સ્મિથ અને રવિ શાસ્ત્રીને તેમના કોમેન્ટ્રી રોસ્ટરમાં ઉમેર્યા છે. બીજીતરફ સ્ટાર સ્પોર્ટ્સ IPL 9 ભાષાઓમાં પ્રસારિત કરશે જ્યારે JioCinema 12 ભાષાઓમાં લાઇવ સ્ટ્રીમ ધરાવે છે.

સ્ટાર સ્પોર્ટ્સ IPLમાં ઓફિસિયલ બ્રોડકાસ્ટર છે. જ્યારે Viacom18 એ IPL માટે ડિજિટલ રાઇટ્સ મેળવ્યા છે. આથી બંને બ્રોડકાસ્ટિંગ જાયન્ટ્સ પ્રશંસકોને પોતપોતાના પ્લેટફોર્મ પર આકર્ષવા માટે એક રીતે રિતસર વોરમાં ઉતર્યા છે. JioCinemaએ એમએસ ધોની અને સૂર્યકુમાર યાદવને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડ્યા, જ્યારે સ્ટાર સ્પોર્ટ્સે વિરાટ કોહલી અને રોહિત શર્માને તેમના અભિયાન માટે સામેલ કર્યા છે.