ઇંગ્લિશ બેટ્સમેન હેરી બ્રુકને સનરાઇઝર્સ હૈદરાબાદે 13.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો
સનરાઇઝર્સે હૈદરાબાદે 8.25 કરોડની કિંમતમાં મયંકને પોતાની સાથે જોડ્યો
લખનૌ સુપર જાયન્ટ્સે પૂરનને 16 કરોડમાં ખરીદ્યો

સનરાઇઝર્સે હેરી બ્રુક માટે 13.25 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા
સનરાઇઝર્સ હૈદરાબાદે ઇંગ્લેન્ડના યુવા બેટ્સમેન હેરી બ્રુક પર પૈસાનો વરસાદ કરીને સૌને ચોંકાવી દીધા હતા. તેણે હેરી બ્રુકને 13.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. બ્રુકની બેઝ પ્રાઈસ 1.50 કરોડ રૂપિયા હતી. હેરી બ્રુકની વાત કરીએ તો તેણે ઈંગ્લેન્ડ માટે 26 જાન્યુઆરી 2022ના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ ટી20 મેચ રમી હતી. તેણે અત્યાર સુધી 20 મેચની 17 ઇનિંગ્સમાં 372 રન બનાવ્યા છે. તેનો સર્વોચ્ચ સ્કોર 81 રન છે. બ્રુકની સરેરાશ 26.57 છે અને તેનો સ્ટ્રાઇક રેટ 137.78 છે.

સનરાઇઝર્સે મયંકને આઠ ગણી વધુ કિંમત આપી
સનરાઇઝર્સ ટીમ આટલેથી જ અટકી ન હતી. તેણે મયંક અગ્રવાલ માટે પણ મોટી બોલી લગાવી. મયંકની બેઝ પ્રાઈસ 1 કરોડ રૂપિયા હતી. સનરાઇઝર્સે તેને આઠ ગણી વધુ રકમ આપીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. સનરાઇઝર્સે મયંકને 8.25 કરોડમાં ખરીદ્યો હતો. તે ટીમનો આગામી કેપ્ટન બની શકે છે.

વિલિયમસન પર પ્રથમ બોલી
ન્યૂઝીલેન્ડના દિગ્ગજ ખેલાડી અને સનરાઈઝર્સ હૈદરાબાદના ભૂતપૂર્વ ખેલાડી કેન વિલિયમસનને હરાજીમાં સૌથી પહેલા વેચવામાં આવ્યો હતો. તેને ગુજરાત ટાઇટન્સે માત્ર 2 કરોડ રૂપિયાની મૂળ કિંમતે ખરીદ્યો હતો. ગુજરાત સિવાય અન્ય કોઈ ટીમે વિલિયમસન માટે બોલી લગાવી નથી. તે જ સમયે, અજિંક્ય રહાણેને ચેન્નાઈ સુપર કિંગ્સે 50 લાખ રૂપિયાની મૂળ કિંમતમાં ખરીદ્યો હતો.

ખેલાડીનું નામખરીદનાર ટીમપ્રાઇઝ મનીબેઝ પ્રાઇઝ
2કેન વિલિયમસનગુજરાત ટાઈટન્સ2 કરોડ2 કરોડ
3હેરી બ્રુકસનરાઇઝર્સ હૈદરાબાદ13.25 કરોડ1.5 કરોડ
4મયંક અગ્રવાલસનરાઇઝર્સ હૈદરાબાદ8.25 કરોડ1 કરોડ
5અજિંક્યા રહાણેચેન્નઈ સુપર કિંગ્સ50 લાખ50 લાખ
6જૉ રૂટUNSOLD1 કરોડ
7રાઈલી રૂસોUNSOLD2 કરોડ
8શાકિબ અલ હસનUNSOLD1.5 કરોડ
9સેમ કર્રનપંજાબ કિંગ્સ18.50 કરોડ2 કરોડ
10સિકંદર રઝાપંજાબ કિંગ્સ50 લાખ50 લાખ
11જેસન હોલ્ડરરાજસ્થાન રોયલ્સ5.25 કરોડ2 કરોડ
12કેમેરોન ગ્રીનમુંબઈ ઈન્ડિયન્સ17.50 કરોડ2 કરોડ
13બેન સ્ટોક્સચેન્નાઈ સુપર કિંગ્સ16.25 કરોડ2 કરોડ
14ઓડિયન સ્મિથગુજરાત ટાઇટન્સ50 લાખ50 લાખ
15લિટન દાસUNSOLD50 લાખ
16નિકોલસ પૂરનલખનૌ સુપર જાયન્ટ્સ16.25 કરોડ2 કરોડ
17હેનરીક ક્લાસેનસનરાઇઝર્સ હૈદરાબાદ5.25 કરોડ1 કરોડ
18કુસલ મેન્ડિસUNSOLD
19ઈશાંત શર્માદિલ્હી કેપિટલ્સ50 લાખ50 લાખ
20ટોમ બેન્ટનUNSOLD
21એડમ મિલનેUNSOLD2 કરોડ
22જયદેવ ઉનડકટલખનૌ સુપર જાયન્ટ્સ50 લાખ50 લાખ
23ફિલ સોલ્ટદિલ્હી કેપિટલ્સ2 કરોડ2 કરોડ
24ઝાઈ રિચર્ડસનમુંબઈ ઈન્ડિયન્સ1.5 કરોડ
25રીસ ટોપલીરોયલ ચેલેન્જર્સ બેંગ્લોર1.90 કરોડ
26આદિલ રશીદસનરાઇઝર્સ હૈદરાબાદ2 કરોડ2 કરોડ
27ક્રિસ જોર્ડનUNSOLD2 કરોડ