મુંબઈ ઈન્ડિયન્સ માટે સિઝનની શરૂઆત નિરાશાજનક રહી હતી. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સને સતત ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

હવે મુંબઈ ઈન્ડિયન્સ રવિવારે દિલ્હી કેપિટલ્સ સામે રમશે.
જો કે આ મેચ પહેલા હાર્દિક પંડ્યાની ટીમ માટે સારા સમાચાર આવી રહ્યા છે.

સૂર્યકુમાર યાદવ શુક્રવારે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સાથે જોડાશે.
અગાઉ, સૂર્યકુમાર યાદવ ત્રણેય મેચોનો ભાગ નહોતો, પરંતુ હવે મુંબઈ ઈન્ડિયન્સના મેનેજમેન્ટ અને ચાહકો માટે સારા સમાચાર આવી રહ્યા છે.
સૂર્યકુમાર યાદવને બેંગ્લોર સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીમાંથી ક્લિયરન્સ મળી ગયું છે.

તેથી, હવે તે IPLની આગામી મેચોમાં રમી શકશે. મુંબઈ ઈન્ડિયન્સ વિ દિલ્હી કેપિટલ્સ મેચમાં સૂર્યકુમાર યાદવ રમશે તે નિશ્ચિત માનવામાં આવે છે. તેથી, સતત મેચ હારતા મુંબઈ ઈન્ડિયન્સ માટે રાહતના સમાચાર છે.
અત્યાર સુધી મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ સામે હારનો સામનો કરવો પડ્યો છે.

જો સૂર્યકુમાર યાદવની આઈપીએલ કારકિર્દી પર નજર કરીએ તો તે અત્યાર સુધીમાં 139 મેચ રમી ચૂક્યો છે.

જેમાં આ ખેલાડીએ 143.32ની સ્ટ્રાઈક રેટ અને 31.85ની એવરેજથી 3249 રન બનાવ્યા છે. IPLમાં સૂર્યકુમાર યાદવનો સર્વશ્રેષ્ઠ સ્કોર 103 રન છે. જ્યારે આ તોફાની બેટ્સમેને 21 વખત પચાસ રનનો આંકડો પાર કર્યો છે. આ સિવાય સૂર્યકુમાર યાદવ ICC T20 રેન્કિંગમાં વિશ્વનો નંબર-1 બેટ્સમેન છે. જો કે, તે જોવાનું રસપ્રદ રહેશે કે સૂર્યકુમાર યાદવ IPLમાં પરત ફર્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સના મેનેજમેન્ટ અને ચાહકોની અપેક્ષાઓ પર ખરા ઉતરી શકશે કે કેમ..? તે જોવું રહ્યું.