IPL 2024 માટે ખેલાડીઓની હરાજી દુબઈમાં થઈ રહી છે.
આ હરાજીમાં તમામ 10 ટીમો પાસે કુલ 262.95 કરોડ રૂપિયા છે અને આ પર્સમાંથી વધુમાં વધુ 77 ખેલાડીઓ ખરીદી શકાય છે.
ઓસ્ટ્રેલિયાનો મિચેલ સ્ટાર્ક અત્યાર સુધીનો સૌથી મોંઘો ખેલાડી રહ્યો છે.
તેને કોલકાતા નાઈટ રાઈડર્સે 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો,
ગુજરાતે પણ તેના માટે અંત સુધી બોલી લગાવી હતી.
ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિચેલ સ્ટાર્ક માટે મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે પ્રારંભિક બિડિંગ હરીફાઈ રહી હતી જેમાં
દિલ્હીએ રૂ. 9.60 કરોડ અને મુંબઈએ રૂ. 10 કરોડ સુધીની બોલી લગાવી હતી. અહીંથી ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે બિડિંગ યુદ્ધ જામ્યું હતું. આખરે કોલકાતા નાઈટ રાઈડર્સે તેને 24.75 કરોડમાં ખરીદ્યો હતો.

તે જ સમયે, ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ બપોરે 2:30 વાગ્યે 20.50 કરોડ રૂપિયામાં વેચાયો હતો.પેટ કમિન્સને સનરાઇઝર્સ હૈદરાબાદે ખરીદ્યો હતો.
હર્ષલ પટેલ પણ સૌથી મોંઘો ભારતીય ખેલાડી રહ્યો, જેને પંજાબ કિંગ્સે 11.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

ભારતીય ઝડપી બોલર ઉમેશ યાદવને ગુજરાત ટાઇટન્સે રૂ.5.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો, તેની બેઝ પ્રાઇસ રૂ. 2 કરોડ હતી જ્યારે રૂ.50 લાખની બેઝ પ્રાઈઝ ધરાવતા શિવમ માવીની બોલી પણ રૂ. 1 કરોડને વટાવી ગઈ હતી. બેંગલુરુ અને લખનઉ વચ્ચે લાગેલી બોલી વચ્ચે આખરે લખનઉએ તેને 6.40 કરોડમાં ખરીદ્યો હતો.

જ્યારે વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર અલઝારી જોસેફ માટે લખનઉ સુપરજાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે બોલી લાગી હતી અને રૂ. 1 કરોડથી શરૂ થયેલી બોલી 10 કરોડ રૂપિયાને વટાવી ગઈ હતી અને અંતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 11.50 કરોડ રૂપિયામાં તેને ખરીદ્યો હતો.

વિકેટકીપરના સેટ-3માં પાંચ ખેલાડીઓના નામ સામે આવ્યા પણ માત્ર 2 જ ખેલાડીઓને ખરીદનાર મળ્યા જેમાં ટ્રિસ્ટન સ્ટબ્સને દિલ્હીએ રૂ.50 લાખ રૂપિયામાં ખરીદ્યો જ્યારે કેએસ ભરતને કોલકાતાએ માત્ર રૂ.50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો અને બાકીના ફિલ સોલ્ટ, જોશ ઇંગ્લિસ અને કુસલ મેન્ડિસ ને કોઈ ખરીદનાર મળ્યા ન હતા.

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ માટે
ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે બિડિંગ વોર શરૂ થઈ હતી જેમાં મુંબઈએ રૂ. 2 કરોડની બેઝ પ્રાઇસ સાથે બોલી લગાવી હતી અને રૂ. 5 કરોડ સુધીની બોલી લગાવી હતી. ત્યારબાદ બેંગલુરુ અને ચેન્નઈ વચ્ચે ટક્કર થઈ હતી કેમકે આ બંને ટીમને કેપ્ટનની જરૂર હોય ચેન્નઈએ રૂ.10 કરોડ રૂપિયા સુધીની બોલી લગાવી હતી જોકે ત્યારબાદ બેંગલુરુ અને હૈદરાબાદે રૂ. 20 કરોડ સુધીની બોલી લગાવી હતી જેમા આખરે હૈદરાબાદે તેને 20.50 કરોડ રૂપિયામાં ખરીદી બાજી મારી હતી.

પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ન્યૂઝીલેન્ડના બેટિંગ ઓલરાઉન્ડર ડેરીલ મિચેલ માટે બિડિંગ વૉર થયું હતું. બંને ટીમે રૂ. 12થી 13.75 કરોડની બોલી લગાવી હતી. આખરે ચેન્નઈએ મિચેલને 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

ભારતીય ખેલાડી હર્ષલ પટેલ સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો.
તેના માટે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે બોલી લાગી હતી જેમાં ગુજરાતે રૂ. 10.75 કરોડ સુધીની બોલી લગાવી, ત્યારબાદ લખનઉ સુપરજાયન્ટ્સ પણ મેદાનમાં આવ્યું હતું. પંજાબ અંત સુધી ટકી રહ્યું અને તેણે હર્ષલને રૂ.11.75 કરોડમાં ખરીદ્યો હતો કહી શકાય કે આ ઓક્શનમાં તે સૌથી મોંઘો ભારતીય ખેલાડી બન્યો હતો.

સેટ-2માં ચેન્નઈએ માત્ર રૂ. 1.80 કરોડમાં ન્યૂઝીલેન્ડના રચિન રવીન્દ્રને સામેલ કર્યો હતો.
ગેરાલ્ડ કોએત્ઝી રૂ. 5 કરોડમાં મુંબઈ ઈન્ડિયન્સમાં સામેલ થયો છે.
ગેરાલ્ડ કોત્ઝી મુંબઈ જ્યારે વોક્સ પંજાબ તરફથી રમશે.

જ્યારે રૂ. 50 લાખની બેઝ પ્રાઇસ ધરાવતા રચિન રવીન્દ્ર રૂ. 1.80 કરોડમાં ચેન્નાઈ સાથે જોડાયા હતા. દિલ્હીએ પણ તેના માટે બોલી લગાવી હતી. ચેન્નાઈએ સેટ-2માં શાર્દુલ ઠાકુરને પણ 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હૈદરાબાદે પણ તેના માટે બોલી લગાવી હતી.

સેટ-2માં શ્રીલંકાના વાનિન્દુ હસરાંગાને સનરાઈઝર્સ હૈદરાબાદે રૂ.1.50 કરોડની બેઝ પ્રાઈઝ પર ખરીદ્યો હતો. અઝમતુલ્લા ઓમરઝાઈને ગુજરાત ટાઇટન્સે રૂ.50 લાખમાં ખરીદ્યો હતો.

ઓસ્ટ્રેલિયા માટે ODI વર્લ્ડ કપમાં હીરો રહેલા ટ્રેવિસ હેડને સનરાઇઝર્સ હૈદરાબાદે 6.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
ઇંગ્લેન્ડના મિડલ ઓર્ડર બેટર હેરી બ્રુકને દિલ્હી કેપિટલ્સે 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો
રોવમેન પોવેલ રૂ. 7.40 કરોડમાં રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો.દક્ષિણ આફ્રિકાના બોલર તબરેઝ શમ્સીની બેઝ પ્રાઇસ 50 લાખ રૂપિયા હતી. તે પણ અનસોલ્ડ રહ્યો. ન્યુઝીલેન્ડનો બોલર ઈશ સોઢી પણ અનસોલ્ડ રહ્યો. તેની મૂળ કિંમત 75 લાખ રૂપિયા હતી. અફઘાનિસ્તાનના બોલર મુજીબ ઉર રહેમાનની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા હતી. તેને પણ કોઈ ખરીદદારન ન મળ્યો.