MI બોલિંગ કોચ શેન બોન્ડે કહ્યું, અર્જુન તેંડુલકરની બોલિંગ સ્પીડ પર કામ કરીશું, પંજાબ સામે 31 રન આપ્યા બાદ GT સામે અર્જુન તેંડુલકરે પ્લાન પ્રમાણે જ બોલિંગ કરી- શેન બોન્ડ
મુંબઈ ઈન્ડિયન્સના બોલિંગ કોચ શેન બોન્ડે કહ્યું છે કે તે અર્જુન તેંડુલકરની ગતિ વધારવા પર કામ કરશે, જે હાલમાં લગભગ 130 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરે છે. અર્જુન તેંડુલકરે પંજાબ કિંગ્સ સામે 48 રન પોતાની બોલિંગમાં આપ્યા હતા જેમાં તેની 31 રનની એક ઓવર ભારે પડી હતી. જોકે, તેણે ગુજરાત ટાઇટન્સ સામે સારી વાપસી કરીને બે ઓવરમાં નવ રન આપીને એક વિકેટ ઝડપી હતી.
બોન્ડે મુંબઈની 55 રને હાર બાદ પ્રેસ કોન્ફરન્સમાં નમસ્કાર ગુજરાત ઓસ્ટ્રેલિયાના સવાલ પર કહ્યું કે, “છેલ્લી મેચમાં જે થયું તે પછી આજે અર્જુને સારી બોલિંગ કરી હતી.” નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આટલી મોટી ભીડ સામે રમવું સરળ નથી. અમે તેની ગતિ વધારવા પર કામ કરીશું પરંતુ આજે તેણે તે કર્યું જે અમે તેને કરવાનું કહ્યું હતું.
ડાબા હાથના ઝડપી બોલર અર્જુને તે જ વાનખેડે સ્ટેડિયમમાં જ્યાં તેના પિતા સચિન તેંડુલકરે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી ત્યાં એપ્રિલ 16ના રોજ લાંબી રાહ જોયા બાદ તેની આઈપીએલ કરિયરની શરૂઆત કરી હતી. ત્યારપછી તેણે બે ઓવરમાં 17 રન આપ્યા અને તે વિકેટ વિના પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. આ પછી તેણે પંજાબ કિંગ્સ સામેની મેચ સિવાય દરેક મેચમાં પોતાની બોલિંગથી પ્રભાવિત કર્યા છે.
અર્જુને પિતા સચિનને પણ પાછળ છોડી દીધો!
અર્જુન તેંડુલકરની બોલિંગની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે પરંતુ તેણે ગુજરાત ટાઇટન્સ સામે પણ બેટથી પોતાની હાજરી બતાવી છે. તેણે 9 બોલમાં 13 રન બનાવ્યા અને પોતાની એક સિક્સર વડે ઘણી હેડલાઈન્સ બનાવી. તે તેની ચોથી આઈપીએલ મેચમાં પ્રથમ વખત બેટિંગ કરવા ઉતર્યો હતો. આ ઇનિંગ સાથે તેણે સચિન તેંડુલકરને પણ પાછળ છોડી દીધો. હકીકતમાં, તેના પિતા સચિન તેંડુલકરે 14 મે 2008ના રોજ તેની પ્રથમ IPL ઇનિંગમાં 16 બોલમાં માત્ર 12 રન બનાવ્યા હતા. પરંતુ સનથ જયસૂર્યાની 48 બોલમાં 114 રનની ઇનિંગની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે તે મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 9 વિકેટે હરાવ્યું હતું. જો કે, સચિનને ક્રિકેટનો ભગવાન કહેવામાં આવે છે અને તેની પાસે કોઈ જવાબ નથી. પરંતુ આ નાની સંખ્યા પ્રમાણે અર્જુન તેના પિતા કરતા આગળ નીકળી ગયો.