એક જ સિઝનમાં 800થી વધુ રન બનાવનાર ત્રીજો બેટ્સમેનો તો પ્લેઓફમાં સદી નોંધાવનાર 7મો બેટ્સમેન

@IPL
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વરસાદ બાદ ગિલનું તોફાન, સદી નોંધાવી ઓરેંજ કેપ હોલ્ડર બન્યો

IPL 2023ના ક્વોલિફાયર-2માં મુંબઈ ઈન્ડિયન્સ સામે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે શાનદાર શરૂઆત કરી હતી. ગુજરાત ટાઇટન્સના ઓપનર શુભમન ગિલે શાનદાર સદી ફટકારી હતી. શુભમન ગિલે 49 બોલમાં સદીના આંકડાને સ્પર્શ કર્યો હતો. IPL 2023માં શુભમન ગિલની આ ત્રીજી સદી છે. આ રીતે શુભમન ગિલ IPL પ્લેઓફમાં સદી ફટકારનાર સાતમો બેટ્સમેન બની ગયો છે. ગિલે 49 બોલમાં સદી નોંધાવી હતી. ગિલ 17મી ઓવરમાં 60 બોલમાં 10 છગ્ગા અને સાત ચોગ્ગાની મદદથી 129 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. આ સાથે જ ગિલ આઇપીએલ 2023માં સૌથી વધુ રન નોંધાવનાર બેટ્સમેન બની ગયો છે.

આઈપીએલ પ્લેઓફ મેચમાં આ સંયુક્ત સૌથી ઝડપી સદી હતી. ગિલ પહેલા રિદ્ધિમાન સાહાએ IPL 2014ની ફાઈનલ મેચમાં અને રજત પાટીદારે છેલ્લી સિઝનની એલિમિનેટર મેચમાં પણ 49 બોલમાં સદી પૂરી કરી હતી. પ્લેઓફમાં સદી ફટકારનાર ગિલ સાતમો બેટ્સમેન છે. તે આવું કરનાર સૌથી યુવા ખેલાડી પણ છે. તેણે 23 વર્ષ 260 દિવસની ઉંમરે IPLની કોઈપણ પ્લેઓફ મેચમાં સદી ફટકારી છે.

IPLની એક જ સિઝનમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન

Virat Kohli – 973 (2016)

Jos Buttler – 863 (2022)

Shubman Gill – 851 (2023)*

David Warner – 848 (2016)

મુરલી વિજય છે IPL પ્લેઓફમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન

મુરલી વિજય IPL પ્લેઓફમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન છે. મુરલી વિજયે IPL 2012માં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા દિલ્હી કેપિટલ્સ સામે સદી ફટકારી હતી. આ પછી વીરેન્દ્ર સેહવાગે IPL 2014માં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે પંજાબ કિંગ્સ તરફથી રમતા શાનદાર સદી ફટકારી હતી. તે જ સમયે, શેન વોટસન IFL પ્લેઓફમાં સદી ફટકારનાર ત્રીજો બેટ્સમેન છે. શેન વોટસને IPL 2018માં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા સનરાઈઝર્સ હૈદરાબાદ સામે સદીનો આંકડો પાર કર્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે આઈપીએલ 2018ની ફાઈનલ મેચ હતી.

આ બેટ્સમેનોએ IPL પ્લેઓફમાં સદી ફટકારી

IPL 2022માં રજત પાટીદારે લખનૌ સુપર જાયન્ટ્સ સામે સદી ફટકારી હતી. તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપરજાયન્ટ્સ વચ્ચેની એલિમિનેટર મેચ હતી. જ્યારે રાજસ્થાન રોયલ્સના જોસ બટલરે IPL 2022ના પ્લેઓફમાં સદી ફટકારી હતી. તે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ક્વોલિફાયર મેચ હતી. તે જ સમયે, હવે ગુજરાત ટાઇટન્સના ઓપનર શુભમન ગિલે મુંબઈ ઈન્ડિયન્સ સામે સદી ફટકારી છે. આ રીતે શુભમન ગિલ IPL પ્લેઓફમાં સદી ફટકારનાર સાતમો બેટ્સમેન બન્યો છે. આઈપીએલના ઈતિહાસના પ્લેઓફમાં અત્યાર સુધી 7 બેટ્સમેનોએ સદી ફટકારી છે.