રસીના ડબલ ડોઝ લેનારને જ દેશમાં પ્રવેશ

2 લાખ લોકોના આવવાનો અંદાઝ, વડાપ્રધાન સ્કોટ મોરિસને કરી જાહેરાત

નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
સંપૂર્ણ રસીવાળા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને અમુક અન્ય વિઝા ધારકોને ડિસેમ્બરની શરૂઆતથી વધારાની પરવાનગી વિના ઑસ્ટ્રેલિયામાં આવવાની મંજૂરી આપવામાં આવશે, પરંતુ હજુ પણ તેઓ કયા રાજ્યમાં આવે છે તેના આધારે કવારાંટીનમાંથી પસાર થવાની જરૂર પડી શકે છે.

વડા પ્રધાન સ્કોટ મોરિસને જાહેરાત કરી કે જેઓને આવવાની મંજૂરી આપવામાં આવશે તેમાં સ્કિલ્ડ વિઝા, સ્ટુડન્ટ વિઝા, રેફ્યુજી વિઝા, માનવતાવાદી વિઝા અને વર્કિંગ હોલિડે વિઝા પરના લોકોનો સમાવેશ થાય છે, સરકાર આગામી મહિનાઓમાં આશરે 200,000 પ્રવાસીઓ આવશે તેવી અપેક્ષા રાખી રહ્યું છે.
મોરિસને કેનબેરામાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “ઓસ્ટ્રેલિયામાં સ્કિલ્ડ કામદારો અને વિદ્યાર્થીઓનું પરત આવવું એ અમારા પાથવેમાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે.”

હાલ ઓસ્ટ્રેલિયાની 85 ટકા વસ્તી સંપૂર્ણ રસી લીધેલી છે અને હવે દેશ બહારથી આવતા લોકોએ તેમની ફ્લાઈટમાં સવાર થતા પહેલા બે વખત રસી લગાવવી પડશે અને પીસીઆર ટેસ્ટ કરાવવો પડશે. ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓ, જેઓ તેમના ભંડોળના નોંધપાત્ર ભાગ માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર નિર્ભર છે, અને કૃષિક્ષેત્ર કે જેઓ તેમની ખેતી માટે બેકપેકર અને પ્રવાસીઓનો મજૂર તરીકેનો ઉપયોગ કરે છે તેઓ આ નિર્ણય બાદ ઉત્સાહિત છે.