સિડનીમાં પ્રથમ બે ફ્લાઇટનું આગમન

સિડની એરપોર્ટ અશ્રુભર્યા પુનઃમિલનના દૃશ્યો જોવા મળ્યા જ્યારે ઓસ્ટ્રેલિયનો 583 દિવસ બાદ પોતાના દેશમાં પરત ફર્યા….સિંગાપોર અને લોસ એન્જલસની પ્રથમ ફ્લાઇટમાં સંપૂર્ણ રસી લગાવેલા મુસાફરો સવારે 6 વાગ્યા પછી પરત ફર્યા હતા.


કોરોના કાળમાં બોર્ડર બંધ કરવાને પગલે ઓસ્ટ્રેલિયન્સ પોતાના વતન પરત ફરી શક્યા નહતા. પરિવારના સભ્યો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. ઘણા કિસ્સાઓમાં તો લોકો લાંબા ગાળા બાદ પરત ફરી શક્યા છે. પ્રવાસી એથન કાર્ટરે કહ્યું, ‘તે થોડું ડરામણું અને રોમાંચક છે. ‘હું મારી માતાને મળવા ઘરે આવ્યો છું’ કારણ કે તેણીની તબિયત સારી નથી. તેથી તે બધા બેચેન અને ઉત્તેજીત છે કે આગામી દિવસો કેવા હશે. હું તેને જોવા માટે રાહ જોઈ શકતો નથી’


વિશ્વમાં સૌથી કડક લોકડાઉન ઓસ્ટ્રેલિયામાં રહ્યું
વિશ્વની કેટલીક કડક કોરોનાવાયરસ સરહદ નીતિઓનો અમલ ઓસ્ટ્રેલિયામાં કરાયો હતો. જ્યાં 18 મહિના સુધી નાગરિકોને દેશમાં પાછા ફરવા અથવા તેને છોડવા પર પ્રતિબંધ મૂક્યો હતો, અંતિમ નિર્ણય ન લેવાયો ત્યાં સુધી વિક્ટોરિયા, ન્યૂ સાઉથ વેલ્સ અને કેનબેરામાં લાખો ઓસ્ટ્રેલિયનો પોતાના પરિવારથી વિખુટા રહ્યા હતા. ઓસ્ટ્રેલિયન નાગરિકો, સ્થાયી રહેવાસીઓ અને તેમના નજીકના પરિવારોને હાલ મંજૂરી આપવામાં આવી છે.