અફઘાનિસ્તાનમાંથી ભારતીય સેનાની વાપસી બાદ ભવિષ્યમાં અફઘાનિસ્તાનમાં આતંકી જૂથો પર હુમલો કરવાની તૈયારીના ભાગરૂપે અમેરિકા અન્ય દેશોમાં મિલિટર બેઝ સ્થાપવા ઈચ્છે છે.

અમેરિકામાં વિદેશી મામલાઓની સમિતિ સમક્ષ ઉપસ્થિતિ થયેલા વિદેશ મંત્રી એન્ટીન બ્લિન્કનને આ સંદર્ભમાં સમિતિના સભ્યોએ પૂછ્યુ હતુ કે, શું ભારતમાં પણ અમેરિકા આ માટે મિલિટરી બેઝ સ્થાપવા ઈચ્છે છે અને શું આ માટે ભારત સમક્ષ અમેરિકાએ કોઈ માંગ મુકી છે ત્યારે બ્લિન્કને પોતાના જવાબથી તમામને ચોંકાવી દીધા હતા.

બ્લિન્કને આવી કોઈ શક્યતાથી ઈનાર કર્યો નહોતો.તેમણે ખુલીને તો જવાબ આપ્યો નહોતો પણ તેમણે કહ્યુ હતુ કે, અમેરિકા ભારતના સતત સંપર્કમાં છે અને આતંકીઓ પર જો હુમલો કરવાનો આવે તો સ્ટેજિંગ એરિયા તરીકે કોને પસંદ કરવામાં આવશે તેની જાણકારી જાહેર કરી શકાય તેમ નથી.

રિપબ્લિકન સાંસદ માર્ક ગ્રીને વિદેશ મંત્રી બ્લિન્કનને પૂછ્યુ હતુ કે, અમેરિકા માટે સ્ટેજિંગ એરિયા તરીકે ઉત્તર અથવા પશ્ચિમી ભારત વધારે અનુકુળ છે. કારણકે દોહા અને બાકી વિસ્તારો અફઘાનિસ્તાનથી બહુ દુર છે તો શું તમે સ્ટેજિંગ એરિયા માટે ભારતના સંપર્કમાં છો? બ્લિન્કને આ સવાલના જવાબમાં ઉપરોક્ત જવાબ આપ્યો હતો.