અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે.
22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા થશે.
અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન રામના બાળ સ્વરૂપ રામલલાની મૂર્તિ ગર્ભગૃહમાં રાખવામાં આવી છે. મૂર્તિની પ્રથમ તસવીર સામે આવી છે. અત્યારે મૂર્તિને ઢાંકી દેવામાં આવી છે. 22મી જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થશે.

ગયા મંગળવાર (16 જાન્યુઆરી)થી અનુષ્ઠાન સહિતની શ્રી રામ મંદિરમાં અભિષેક પહેલાની શુભ વિધિઓ ચાલી રહી છે.
આ ધાર્મિક વિધિઓ 21 જાન્યુઆરી સુધી ચાલશે અને 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા થશે.
તમને જણાવી દઈએ કે ગર્ભગૃહમાં સ્થાપિત કરાયેલ ભગવાન રામલલાની આ મૂર્તિ કર્ણાટકના મૈસુરના રહેવાસી પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવી છે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, ગુરુવાર (18 જાન્યુઆરી)ના રોજ રામલલાની મૂર્તિને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી હતી.
ટ્રસ્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું બપોરે 1:20 કલાકે યજમાનોએ મુખ્ય સંકલ્પ કર્યો ત્યારે વેદ મંત્રોના નાદથી વાતાવરણ મંગલમય બની ગયું હતું. ગુરુવારે મૂર્તિના સ્થાપન સુધીની કામગીરી પૂર્ણ થઈ હતી.

મંદિર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર,આજે શુક્રવારે (19 જાન્યુઆરી) સવારે 9 વાગ્યે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. અરણિમંથનથી અગ્નિ પ્રગટ કરવા પહેલા ગણપતિજી સહિતના સ્થાપિત દેવતાઓની પૂજા, દ્વારપાલો દ્વારા તમામ શાખાઓના વેદોનું પઠન, દેવ પ્રબોધન, ઔષધિવાસ, કેસરાધિવાસ, ઘૃતાધિવાસ, કુંડપૂજન અને પંચભુ સંસ્કાર વગરે કાર્યક્રમો થશે.

અગ્નિ તેમજ ગ્રહોની સ્થાપના,રુદ્રપીઠસ્થાન, પ્રધાનદેવતાશપાન, રાજારામ – ભદ્રા – શ્રીરામયંત્ર – બીથદેવતા – અંગદેવતા – વાપરદેવતા – મહાપૂજા, વરુણમંડળ, યોગિનીમંડલસ્થાપન, ક્ષેત્રપાલમંડલસ્થાપન, ગ્રહસાધ્યસંધ્યા, ગ્રહસાધ્યસંધ્યા, શાસ્ત્રોક્ત સંધ્યા, પૂજા અને આરતી થશે.