વિધાનસભા ચૂંટણી પહેલા રાજકોટ કોંગ્રેસને વધુ બે ફટકા
ગુજરાત કોંગ્રેસમાં ફરીથી એક વખત ભંગાણ સર્જાયું છે. છેલ્લા કેટલાક સમયથી રાજકોટ કોંગ્રેસમાં વિખવાદ ચાલી રહ્યો હતો અને તેને પગલે બે નેતાઓ, ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને વશરામ સાગઠિયા નારા ચાલી રહ્યા હતા. હવે આ નારાજગીને પગલે બન્ને નેતાઓએ આમ આદમી પાર્ટી ગુજરાતમાં જોડાયા છે. ગઇકાલે જ બંને નેતા નવી દિલ્હી પહોંચ્યા હતા અને કન્વીનર અરવિંદ કેજરીવાલને મળીને આપનો ખેસ પહેર્યો હતો.
આમ તો છેલ્લા કેટલાક સમયથી બન્નેના નામને લઈને ચર્ચા થતી રહેતી હતી કે ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને વશરામ સાગઠિયા આમ આદમી પાર્ટીમાં જોડાશે પરંતુ બન્ને નેતાઓ સમગ્ર બાબતને રદિયો આપી રહ્યા હતા. જોકે દિલ્હીના મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ભાવનગર યાત્રા બાદ ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને વશરામ સાગઠિયા હવે આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. નોંધનીય છે કે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પહેલા કોંગ્રેસ જોઈન કરી હતી અને ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાયા હતા જોકે ભાજપમાં તેમની ઇનિંગ લાંબી ચાલી ન હતી અને આખરે ઘર વાપસી કરી હતી. પરંતુ થોડા દિવસ પહેલા રાજકોટ કોંગ્રેસના આગેવાનોની બેઠક મળી હતી. ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને પ્રમુખની હાજરીમાં બેઠક થઇ હતી. બેઠકમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને પ્રદીપ ત્રિવેદી જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી.