Indigo શારજાહ-હૈદરાબાદ ફ્લાઇટને ટેક્નિકલ ખામીના કારણે પાકિસ્તાનના કરાચીમાં ડાયવર્ટ કરવામાં આવી
નમસ્કાર ગુજરાત ન્યુઝ.
Indigo Sharjah Hyderabad Flight : સ્પાઈસ જેટ બાદ હવે ઈન્ડિગોના પ્લેનનું પાકિસ્તાનમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. કહેવામાં આવ્યું હતું કે ટેક્નિકલ ખામીના કારણે પ્લેનને પાકિસ્તાનના કરાચીમાં લેન્ડ કરવામાં આવ્યું હતું. તમામ મુસાફરોને અહીં ઉતારવામાં આવ્યા છે, ત્યારબાદ એરલાઈને હવે પેસેન્જરો માટે બીજું પ્લેન મોકલ્યું છે. જે તમામ મુસાફરોને હૈદરાબાદ લઈ જશે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પ્લેન શારજાહથી હૈદરાબાદ જઈ રહ્યું હતું, જ્યારે પાયલટને કેટલાક હજાર ફૂટની ઊંચાઈએ પ્લેનમાં ટેક્નિકલ ખામીની શંકા હતી, આખરે પ્લેનને કરાચીમાં લેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. હાલ વિમાનની તપાસ કરવામાં આવી રહી છે. ત્યાર બાદ જ ફ્લાઇટને ભારત પરત લાવવામાં આવશે.
સ્પાઈસ જેટની ફ્લાઈટ પણ પાકિસ્તાન પહોંચી ગઈ
ઈન્ડિગો પહેલા સ્પાઈસ જેટની ફ્લાઈટ પણ ટેકનિકલ ખામી બાદ પાકિસ્તાન પહોંચી હતી. આ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ પણ પાકિસ્તાનના કરાચીમાં કરવામાં આવ્યું હતું. આ પ્લેનમાં 150 લોકો હતા, જેમને પહેલા પાકિસ્તાનમાં ઉતારવામાં આવ્યા હતા અને ત્યારબાદ પ્લેનની તપાસ કરવામાં આવી હતી, બાદમાં બીજા પ્લેનમાંથી તમામ મુસાફરોને દુબઈ મોકલવામાં આવ્યા હતા.