હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2024 બહાર પાડવામાં આવ્યો છે, જેમાં ફ્રાન્સ ટોચ પર છે.
ફ્રેન્ચ પાસપોર્ટ ધારકો 194 દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકે છે. કોઈપણ દેશના પાસપોર્ટની મજબૂતાઈ દર્શાવે છે કે તે સોફ્ટ પાવર તરીકે વિશ્વમાં કેટલો પ્રભાવશાળી છે. હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સમાં આ વર્ષે ભારતનું પ્રદર્શન ઘણું નબળું રહ્યું છે, ભારતીય પાસપોર્ટ એક સ્થાન ઘટીને 85માં સ્થાને આવી ગયો છે.

દેશનો પાસપોર્ટ કેટલો મજબૂત છે તે વિઝા-મુક્ત ઍક્સેસના હેનલી ઈન્ડેક્સ દ્વારા નક્કી કરવામાં આવે છે.એટલે કે જે દેશનો પાસપોર્ટ વિઝા વગર મોટાભાગના દેશોમાં જઈ શકે છે તે સૌથી મજબૂત પાસપોર્ટ છે.

હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સમાં કયા દેશો ટોચ પર છે?હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સમાં ફ્રાન્સ ટોચ પર છે,જુઓ લિસ્ટ

ફ્રાન્સ સાથે જર્મની, ઇટાલી, જાપાન, સિંગાપોર અને સ્પેન ટોચ પર છે. ગયા વર્ષની સરખામણીમાં 2024માં ભારતના પાસપોર્ટમાં એક સ્થાનનો ઘટાડો થયો છે, રેન્કિંગમાં ભારતનો ઘટાડો કંઈક અંશે આશ્ચર્યજનક છે, કારણ કે ગયા વર્ષે ભારતીય પાસપોર્ટ ધારકો 60 દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકતા હતા, પરંતુ આ વર્ષે વિઝા મુક્ત દેશોની સંખ્યા વધીને 62 થઈ ગઈ છે. તે જ સમયે, જો આપણે પાકિસ્તાનની રેન્કિંગની વાત કરીએ તો ગયા વર્ષની જેમ આ વખતે પણ તે 106માં નંબર પર છે.
ભારતનો પાડોશી દેશ બાંગ્લાદેશ પણ ગયા વર્ષની સરખામણીમાં એક સ્થાન નીચે 101માથી 102મા ક્રમે આવી ગયો છે.

માલદીવ પાસપોર્ટનું રેન્કિંગ શું છે?

ભારતના દરિયાઈ પડોશી માલદીવનો પાસપોર્ટ પહેલાની જેમ મજબૂત કરવામાં આવ્યો છે. માલદીવિયન પાસપોર્ટ 58મા ક્રમે છે અને માલદીવિયન પાસપોર્ટ ધારકો 96 દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકે છે.

ચાઇનીઝ પાસપોર્ટનું પ્રદર્શન સારું રહ્યું,હેન્લી પાસપોર્ટ ઈન્ડેક્સમાં ચાઈનીઝ પાસપોર્ટે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. વર્ષ 2023માં ચાઈનીઝ પાસપોર્ટ 66માં સ્થાને હતો, ત્યારે આ વર્ષે તે બે પોઈન્ટ વધીને 64મા સ્થાને પહોંચી ગયો છે.

કોવિડ રોગચાળા પછી તેના પર્યટનને પુનર્જીવિત કરવા માટે ચીને ઘણા યુરોપિયન દેશોમાં વિઝા મુક્ત પ્રવેશની મંજૂરી આપી છે.

દરમિયાન યુએસ પાસપોર્ટ પણ ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે વધુ મજબૂત બન્યો છે.

ગયા વર્ષે અમેરિકા સાતમા સ્થાને હતું પરંતુ આ વર્ષે તે છઠ્ઠા સ્થાને આવી ગયું છે.