વર્લ્ડ ચેમ્પિયનશિપમાં નિખત ઝરીનના મુક્કાઓએ હંગામો મચાવ્યો, થાઈ બોક્સરને હરાવી ગોલ્ડ જીત્યો

ભારતીય બોક્સર નિખત ઝરીને મહિલા બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઈનલ જીતીને ઈતિહાસ રચ્યો છે. તેણે થાઈલેન્ડની બોક્સર કી જુતામાસ જીતપોંગને 5-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ રીતે તે વર્લ્ડ ચેમ્પિયન બની છે.
અગાઉ, તેણે સેમિફાઇનલમાં એકતરફી મેચમાં બ્રાઝિલની કેરોલિન ડી અલમેડાને 5-0થી હરાવી હતી. ભૂતપૂર્વ જુનિયર વર્લ્ડ ચેમ્પિયન ઝરીન બાઉટ દરમિયાન શાંત રહી અને તેના પ્રતિસ્પર્ધી પર પ્રભુત્વ જમાવ્યુ અને આસાનીથી મેચ પોતાના નામે કરી હતી. આ પહેલા ભારતની એમસી મેરીકોમ વિશ્વ ચેમ્પિયન બની હતી.