ભારતનું સ્વદેશી સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલથી સજ્જ યુદ્ધ જહાજ INS ઇમ્ફાલને આજે નેવીમાં સામેલ કરવામાં આવ્યું છે.
INS ઈમ્ફાલ લાંબા અંતરની બ્રહ્મોસ મિસાઈલને ફાયર કરવામાં સક્ષમ છે. 
INS ઇમ્ફાલનો કમિશનિંગ સમારોહ નેવલ ડોકયાર્ડ, મુંબઇ ખાતે યોજાયો હતો. આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. INS ઇમ્ફાલ એ વિશાખાપટ્ટનમ વર્ગનું વિનાશક છે, જેને ભારતીય નૌકાદળ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે અને તેનું નિર્માણ પણ ભારતમાં કરવામાં આવ્યું છે.
આ યુદ્ધ જહાજ મિસાઇલો, 8 બરાક, 16 બ્રહ્મોસ એન્ટિશિપ સેન્સર મિસાઇલો, સર્વેલન્સ રડાર, 76 એમએમ રેપિડ માઉન્ટ ગન, એન્ટી સબમરીન અને ટોર્પિડોથી સજ્જ છે. ઇમ્ફાલનું નિર્માણ સંરક્ષણ મંત્રાલયના મુંબઈ સ્થિત શિપયાર્ડ મઝગામ ડોકશિપ બિલ્ડર્સ લિમિટેડ (MDL) દ્વારા કરવામાં આવ્યું હતું.

બાંધકામમાં સ્વદેશી સ્ટીલ DMR 249A નો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનો અર્થ છે કે તેમાંથી 75% સંપૂર્ણપણે સ્વદેશી છે. INS ઇમ્ફાલ વિશાખાપટ્ટનમ કેટેગરીના ચાર વિનાશક યુદ્ધ જહાજોમાંથી ત્રીજું છે, જેને ભારતીય નૌકાદળની આંતરિક સંસ્થા વોરશિપ ડિઝાઇન બ્યુરો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે.

ઇમ્ફાલને બંદર અને સમુદ્ર બંનેમાં વ્યાપક ટ્રાયલ પ્રોગ્રામ પૂર્ણ કર્યા પછી 20 ઓક્ટોબરે ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યું હતું

  • ઇમ્ફાલ એક અત્યાધુનિક યુદ્ધ જહાજ છે, જેને ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું
  • યુદ્ધ જહાજના નિર્માણમાં 75 ટકા સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે
  • 30 નોટથી વધુની ઝડપે સક્ષમ આ જહાજને અત્યાધુનિક શસ્ત્રોથી સજ્જ કરવામાં આવ્યું છે
  • સબમરીન વિરોધી યુદ્ધ ક્ષમતાઓ સ્વદેશી રીતે વિકસિત રોકેટ લોન્ચર્સ, ટોર્પિડો લોન્ચર્સ અને ASW હેલિકોપ્ટર દ્વારા પૂરી પાડવામાં આવે છે.
  • આ જહાજ પરમાણુ, જૈવિક અને રાસાયણિક (NBC) યુદ્ધ પરિસ્થિતિઓ હેઠળ કામ કરવા માટે સક્ષમ છે 
    INA ઇમ્ફાલ નેવલ ફ્લીટમાં જોડાયા બાદ ભારતીય નૌકાદળની તાકાતમાં વધારો થશે.
    આ યુદ્ધજહાજને પશ્ચિમમાં પાકિસ્તાન અને પૂર્વમાં ચીન તરફથી આવતા ખતરાનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈનાત કરવામાં આવ્યું છે. આ યુદ્ધ જહાજની રેન્જ 7400 કિમી છે. એટલું જ નહીં તે 45 દિવસ સુધી દરિયામાં રહી શકે છે. તે ચાર આર્મર ડેકોય લોન્ચર્સથી સજ્જ છે.
    32 બરાક 8 મિસાઈલ ઉપરાંત 16 બ્રહ્મોસ એન્ટી શિપ મિસાઈલ, 4 ટોર્પિડો ટ્યુબ, 2 એન્ટી સબમરીન રોકેટ લોન્ચર, 7 પ્રકારની બંદૂકો છે. આ સિવાય તેના પર માત્ર ધ્રુવ અને સી કિંગ હેલિકોપ્ટર તૈનાત છે. INS ઇમ્ફાલ પર 50 અધિકારીઓ અને 250 ખલાસીઓ તૈનાત રહેશે.