રાજ્ય મહિલા આયોગ ચેરમેન લીલાબેન અંકોલિયાના હસ્તે એપનું લોકાર્પણ
અમદાવાદ.
ભારતના સર્વ પ્રથમ મહિલાઓ માટેના ઓટીટી પ્લેટફોર્મ ઝાંસીનું અમદાવાદ ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું. રાજ્ય મહિલા આયોગ ચેરમેન લીલાબેન અંકોલિયાના હસ્તે ઝાંસી ઓટીટીને ગુગલ પ્લે સ્ટોર પર ખૂલ્લી મૂકવામાં આવી હતી. ઝાંસી ઓટીટી પ્લેટફોર્મની સાથે તેના થીમ સોંગ અને નવીન ઓફિસનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જાણીતા લોકગાયક અલ્પા પટેલના કંઠે ગવાયેલા થીમ સોંગને ભાજપ પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષા દિપીકા સરડવાએ લોકસમક્ષ મૂક્યું હતું. જ્યારે ઓફિસને રાજ્યસભા સાંસદ અમીબેન યાજ્ઞિકે ખુલ્લી મૂકી હતી.
દશેરાએ નવદૂર્ગાના હસ્તે દીપ પ્રજ્વલિતથી શરૂઆત
અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસેના પહેલ કોમ્પ્લેક્સ ખાતે ઝાંસી ઓટીટીની ઓફિસ ખાતે આયોજિત ભવ્ય કાર્યક્રમની શરૂઆત નવ દૂર્ગા સમાન મહિલાના હસ્તે શરૂ કરાયો હતો. રાજ્ય મહિલા આયોગ લીલાબેન અંકોલિયા, ભાજપ પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષ દિપીકા સરડવા, પ્રોફેસર તથા ડોક્ટર અમી બેન ઉપાધ્યાય, ડો. જાનકી બાવીસી, ડો. અર્ચના શાહ, એજ્યુકેશનલિસ્ટ શ્રીમતી ઉષા અગ્રવાલ, ભાજપ મહિલા મોરચા પ્રદેશ મંત્રી નીપાબેન પટેલ, અભિનેત્રી ખુશી શાહ, લોકગાયિકા અલ્પા પટેલ, મોટિવેશ્નલ સ્પીકર નેહલબેન ગઢવીના હસ્તે દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યું હતું.
સંઘર્ષને પરાજિત કરવા ઝાંસી એપ બનશે એક પગથિયું- લીલાબેન અંકોલિયા
રાજ્યમાં આજદીન સુધી મહિલા આયોગ દ્વારા છેલ્લા 12 વર્ષમાં 57 હજાર બહેનોને મદદ કરી છે. જીવનમાં આજે ઘણી સ્ત્રીઓ સંઘર્ષમાંથી પસાર થઇને એક મૂકામ સુધી પહોંચી છે. ઝાંસીના સીઇઓ જીજ્ઞા રાજગોર જોશીને અનેક અભિનંદન કે તેમણે મહિલાઓના ઉત્થાન માટે આ એપ્લિકેશનનું પગથિયું આપ્યું. મને આશા છે કે ઝાંસી ઓટીટી પ્લેટફોર્મના માધ્યમથી ઘણી બહેનો પ્રેરણા લઇને જીવનના સંઘર્ષમાં જીત મેળવીને એક નવું જીવન બનાવે. લીલાબેન અંકોલિયા, અધ્યક્ષા, રાજ્ય મહિલા આયોગ
એક સ્ત્રી, સ્ત્રીની વાત લઇને આવી એટલે ઝાંસી એપ
જાણતી મોટેવેશ્નલ સ્પીકર નેહલબેન ગઢવીએ પણ ઝાંસી એપ્લિકેશનના લોન્ચિંગ પ્રસંગે હાજરી આપી હતી, તેમણે જણાવ્યું હતું કે સ્ત્રી માટે અનેક એવી એપ્લિકેશન છે જેમાં માત્ર બ્યુટિફિકેશનને લગતી વાતો કરવામાં આવે છે, જોકે એક સ્ત્રી, સ્ત્રી માટેનો અવાજ બને તેવી કોઇ એપ હતી નહીં. એક સંબંધમાં જ્યારે વિખવાદ પડે ત્યારે શું કરવું ? તમારા મનમાં મૂંઝારો થાય ત્યારે શું કરવું ? સામાન્ય રીતે એવું લોકો વિચારે છે કે સ્ત્રીઓને વિચાર સાથે સંબંધ નથી અને અહીં એનો જ આનંદ છે કે ઝાંસી એપ્લિકેશન પર તેના નિવારણ પર જ વધારે પ્રાધાન્ય અપાયું છે. નેહલ બેન ગઢવી, મોટિવેશ્નલ સ્પીકર
ઝાંસી એપ એટલે ખરા અર્થમાં સ્ત્રી સશક્તિકરણ તરફનો અવાજ – અમીબેન યાજ્ઞિક
રાજ્યસભા સાંસદ અમીબેન યાજ્ઞિકે જણાવ્યું હતું કે મહિલામાં આ પ્રકારની એપ્લિકેશનની રાહ જોવાઇ રહી હતી. ઘણી મહિલાઓને આમાંથી શીખવા મળશે. આ એપના માધ્યમથી ઘણી મહિલાઓ સશક્ત બનશે અને એક સશક્ત મહિલા દ્વારા જ જ્યારે એપ્લિકેશન અવાજ સ્વરૂપે આવી છે ત્યારે અનેક શુભેચ્ચા સમગ્ર ટીમને. અમીબેન યાજ્ઞિક, રાજ્યસભા સાંસદ
નારી શક્તિનો એક પરિચય સમાન ઝાંસી એપ- દિપીકા સરડવા
ઝાંસી એપ્લિકેશનને જોયા બાદ લાગ્યું કે આજની નારી શક્તિના પરિચય સમાન છે. એક પત્રકાર તરીકેની કારકિર્દીમાં સિરમોર રહ્યા બાદહવે જ્યારે સ્ત્રી શક્તિનો અવાજ બનીને સામે આવવાનું કાર્ય જીજ્ઞાએ કર્યું છે. ગૃહથી લઇને ગ્લેમર, ખેતરથી લઇને ખેલ જગત, કૂટિર ઉદ્યોગથી કોર્પોરેટ વર્લ્ડ, ઓટોમોબાઇલથી લઇને અંતરિક્ષ, શિક્ષણથી લઇને સૈન્ય સુધી જેવું એકપણ ક્ષેત્ર નથી જ્યાં નારીએ પોતાના પ્રતિભાથી અજવાશ ન પાથર્યો હોય. દરેક ક્ષણે સ્ત્રીએ પોતાના પરચા આપ્યા છે અને એવો જ પરચો ઝાંસી એપ્લિકેશન છે. દિપીકા સરડવા, અધ્યક્ષ, પ્રદેશ ભાજપ મહિલા મોરચો
કાર્યક્રમમાં પ્રતિભાશાળી મહિલાઓના પ્રતિભાવ
‘મહિલાઓના અવાજને ઉઠાવતી એપ્લિકેશન એટલે ઝાંસી ઓટીટી’-
શિવાની પુરોહિત, સિનીયર ન્યૂઝ રીડર, ટીવી 9 ગુજરાતી
ઝાંસી નામ સાંભળતા જ ગર્વ અનુભવી રહી છું
ખુશી શાહ, એક્ટ્રેસ
નાનામાં નાની વ્યક્તિને પ્રેરણા મળે તેવું પ્લેટ ફોર્મ એટલે ઝાંસી ઓટીટી-
અલ્પા પટેલ, લોકગાયિકા
ઝાંસી ઓટીટીના ભાગ બનવાથી એક ઉર્જા પેદા થઇ રહી છે
વૈશાલીબેન વૈષ્ણવ, ફાઉન્ડર, મલ્ટી ટાસ્કિંગ મમીઝ ફાઉન્ડેશન
ઝાંસી ઓટીટી મહિલાઓની જરૂરિયાત પૂર્ણ કરનાર પ્લેટફોર્મ
ડો. મીતાલી વસાવડા, જાણીતા તબીબ, અમદાવાદ
મહિલાઓના વિચારવિશ્વને આકાર આપનારી એપ ઝાંસી ઓટીટી
પ્રો. અમીબેન ઉપાધ્યાય, કુલપતિ, ડો. બાબા સાહેબ આંબેડક યુનિવર્સિટી, અમદાવાદ
ઝાંસી ઓટીટી પર દરેક મહિલાઓના સંઘર્ષને મળ્યું છે સ્થાન
ડૉ. અર્ચનાબેન શાહ. ગાયનેકોલોજીસ્ટ, સાન્નિધ્ય મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ
મહિલાઓના જટીલ પ્રશ્નોનું મળશે નિવારણ, ઝાંસી ઓટીટીના ભાગ બનીને ગર્વ થયો
ડૉ. જાનકી બાવીશી, જાણીતા ગાયનેકોલોજીસ્ટ