કેનેડામાં હમ્બોલ્ટ બ્રોન્કોસ ક્રેશ કેસના આરોપી એવા ભારતીય મૂળના ટ્રક ડ્રાઈવર જસકીરત સિંહ સિદ્દુને ભારત મોકલી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
કેલગરીમાં ઇમિગ્રેશન અને રેફ્યુજી બોર્ડની સુનાવણીમાં શુક્રવારે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

કેનેડામાં હમ્બોલ્ટ બ્રોન્કોસ ક્રેશ કેસના આરોપી ભારતીય મૂળના ટ્રક ડ્રાઈવર જસકીરત સિંહ સિદ્દુને ભારત મોકલી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે,કેલગરીમાં ઇમિગ્રેશન અને રેફ્યુજી બોર્ડની સુનાવણીમાં શુક્રવારે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ટ્રક ચાલકે બસને ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં 16 લોકોના મોત થયા હતા અને 13 લોકો ઘાયલ થયા હતા. 

જસકીરત સિંહ સિદ્ધુને ખતરનાક ડ્રાઇવિંગના આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો.

આ કેસમાં સિદ્ધુને આઠ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. અકસ્માતના એક મહિના કરતા પણ ઓછા સમય પહેલા તે આ નોકરીમાં જોડાયો હતો.

આ અકસ્માત 6 એપ્રિલ, 2018 ના રોજ સાસ્કાચેવન રાજમાર્ગ ઉપર 335 ચાર રસ્તા પાસે થયો હતો.

કેનેડિયન મીડિયા અનુસાર, કેલગરીના સ્થાયી નિવાસી ટ્રક ચાલક સિદ્ધુએ હોકી ક્લબના ખેલાડીઓને લઈ જતી બસને ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં 16 ખેલાડીઓના મોત થયા હતા,સિદ્ધુને ગયા વર્ષની શરૂઆતમાં પેરોલ મંજૂર કરવામાં આવ્યો હતો અને કેનેડા બોર્ડર સર્વિસ એજન્સીએ તેને દેશનિકાલ કરવાની ભલામણ કરી હતી.