27 જૂનની ઘટનમાં થોમસટાઉનમાં રહેતા 28 વર્ષીય સતિંદર પર પેસેંજર મહિલા સાથે જાતીય છેડછાડનો આરોપ લાગ્યો, 29 જૂને ભારત ભાગવા જતાં પહેલા પોલીસે ઝડપી પાડ્યો

મેલબોર્ન CBD થી Wantirna દક્ષિણ સુધી 45 મિનિટ સુધી ટેક્સી ડ્રાઈવર દ્વારા મહિલાનો કથિત રીતે જાતીય હુમલો

મેલબોર્નના એક ટેક્સી ડ્રાઈવરની 45 મિનિટની મુસાફરી દરમિયાન મહિલા યાત્રી પર કથિત રીતે જાતીય શોષણ કર્યા બાદ ભારત જતી ફ્લાઈટમાં બેસવા જતો હતો તેના પહેલા જ તેની ધરપકડ કરવામાં આવી છે. થોમસટાઉનના 28 વર્ષીય સતીન્દરને ગુરુવારે વિડિયો લિંક દ્વારા મેલબોર્ન મેજિસ્ટ્રેટની કોર્ટમાં જાતીય હુમલો અને ચોરીના 15 ચાર્જ સાથે રજૂ કરાયો હતો.

પોલીસનો આરોપ છે કે 30 વર્ષીય મહિલા દક્ષિણપૂર્વ તરફ જવા માટે 27 જૂને સવારે 3.30 વાગ્યે CBDમાં કોલિન્સ સેન્ટ પર તેની ટેક્સીમાં બેસી ગઈ હતી. સતીન્દરએ કથિત રીતે 45 મિનિટની મુસાફરી દરમિયાન સાઉથ વોન્ટિર્ના જતી વેળાએ 15 વખત જાતીય હુમલો કર્યો હતો. તેણે કથિત રીતે પીડિતાની આંગળીમાંથી સગાઈની વીંટી પણ ચોરી લીધી હતી.

કોર્ટે કારના આંતરિક કેમેરામાં કેદ થયેલી તમામ ક્ષણોને પણ ધ્યાનમાં લીધી છે. ઘટનાની જાણ થયા પછી, પોલીસ ગયા શનિવારે બપોરે 2.30 વાગ્યે મેલબોર્ન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગઈ હતી અને સતીન્દરની ધરપકડ કરી હતી કારણ કે તેણે ભારતની ફ્લાઈટમાં ચઢવાનો પ્રયાસ કર્યો હતો. 18 જુલાઈના રોજ કોર્ટમાં પરત નહીં આવે ત્યાં સુધી તે જેલના સળિયા પાછળ રહેશે.