બળાત્કારના 13 કેસમાં છોકરીઓને નોકરી આપવાનું વચન આપીને વીડિયો પણ બનાવ્યા હતા, બારમાં બોલાવી ઉંઘની ગોળીઓ ઓઆપી એપાર્ટમેન્ટમાં કરતો હતો બળાત્કાર
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ભારતીય મૂળનો બાલેશ ધનખર મહિલાઓ સામે બળાત્કાર સહિતના 13 ગુનાઓમાં ટ્રાયલનો સામનો કરી રહ્યો છે. તાજેતરમાં, ડેઈલી મેલે સિડનીમાં રહેતા ભારતીય મૂળના બલેશ ધનખરના કથિત ગુનાઓનો ભયાનક અહેવાલ પ્રકાશિત કર્યો હતો. રિપોર્ટ અનુસાર, આરોપી ધનખર કથિત રીતે સિડની ટ્રેન માટે ડેટા વિઝ્યુલાઇઝેશન કન્સલ્ટન્ટ તરીકે કામ કરતો હતો. આ સિવાય તેણે ABC અને Pfizer માટે પણ કામ કર્યું હતું. બાલેશ ધનખરે મહિલાઓને ફસાવવા માટે નકલી નોકરીની જાહેરાતોનો ઉપયોગ કર્યો હતો.
નોકરી માટે નકલી જાહેર ખબર આપતો અને યુવતીઓને ફસાવતો હતો બાલેશ
કોરિયન મહિલાઓ જાળમાં ફસાઈ
રિપોર્ટ અનુસાર, બાલેશ ધનખરે ખાસ કરીને કોરિયન મૂળની મહિલાઓને નિશાન બનાવી હતી. ધનખર પર બળાત્કારનો આરોપ મૂકનાર 13 પીડિતોમાંથી પાંચ કોરિયાની હતી. બાલેશ ધનખરે તેને ફસાવવા માટે નોકરીની નકલી જાહેરાત આપી હતી. મની કંટ્રોલે ડેઈલી મેઈલને ટાંકીને જણાવ્યું હતું કે ધનખરે કોરિયનમાંથી અંગ્રેજીમાં ભાષાંતર કરી શકે તેવી મહિલાઓને નોકરી પર રાખવાની ઓફર કરી હતી.
સિડનીમમાં યુવતીઓને હિલ્ટન હોટેલમાં બોલાવતો
રિપોર્ટ અનુસાર, આરોપી ધનખર એક એપાર્ટમેન્ટની નજીક સિડનીની હિલ્ટન હોટેલ બારમાં મહિલાઓને બોલાવતો હતો અને તેમને એપાર્ટમેન્ટમાં લઈ જવા માટે મહિલાઓના પીણાંમાં રોહિપનોલ અથવા ઊંઘની ગોળીઓ ભેળવતો હતો. આ પછી તે તેના એપાર્ટમેન્ટમાં સાથી લોકો સાથે બળાત્કાર કરતો હતો. રિપોર્ટમાં જણાવાયું છે કે બાલેશ ધનખર પાસે છુપાયેલા કેમેરાથી સજ્જ એક અલાર્મ ઘડિયાળ હતી, જેને તેણે પોતાના મોબાઈલ કેમેરા સાથે જોડી દીધી હતી અને તેનો ઉપયોગ જાળમાં ફસાયેલી તમામ મહિલાઓ સાથે સેક્સ સંબંધોને રેકોર્ડ કરવા માટે કર્યો હતો. તેના કબજામાંથી કેટલાક ફૂટેજ મળી આવ્યા હતા, જેના પરથી એવું લાગી રહ્યું હતું કે તમામ કામ સહમતિથી કરવામાં આવ્યું હતું. જો કે, તે સ્પષ્ટ હતું કે પીડિત મહિલાઓને રૂમમાં શૂટ કરવામાં આવેલા વીડિયો વિશે જાણ નહોતી.
સેક્સ સંબંધિત 47 વીડિયો મળ્યા
મની કંટ્રોલ રિપોર્ટમાં જણાવાયું છે કે પોલીસે બલેશ ધનખરના કોરિયન મહિલાઓ સાથેના શારીરિક સંબંધોના 47 રેકોર્ડિંગ્સ રિકવર કર્યા છે. તેના જપ્ત કરાયેલા લેપટોપમાંથી મળી આવેલા આ વીડિયોમાં જોવામાં આવ્યું છે કે ઘણી મહિલાઓ બેભાન અને આરામની સ્થિતિમાં હતી. તમને જણાવી દઈએ કે ભારતીય મૂળના બાલેશ ધનખર પર જાન્યુઆરીથી ઓક્ટોબર 2018 વચ્ચે 13 વખત બળાત્કારનો આરોપ છે. ધનખર સામેના અન્ય આરોપોમાં સંમતિ વિના અશ્લીલ રેકોર્ડિંગની 17 ગણતરીઓ અને અશ્લીલતાના એક કૃત્ય સાથે ડ્રગ્સ આપવાના 6 કેસનો સમાવેશ થાય છે.
પોલીસે કહ્યું- આરોપી તેની હરકતોનો વીડિયો બનાવતો હતો
પોલીસે કહ્યું- બલેશ ધનખર છોકરીઓને બેભાન અવસ્થામાં ઘરે લાવતો હતો. પછી પરવાનગી વગર તે તેમની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. એટલું જ નહીં તે આ બધું રેકોર્ડ કરતો હતો. તેના રૂમની દીવાલ પરની ઘડિયાળમાં એક છુપો કેમેરો હતો જેમાં બધું રેકોર્ડ કરવામાં આવ્યું હતું. ઘણી વખત તે ફોન પર રેકોર્ડિંગ પણ કરતો હતો.
પોલીસને બાલેશના કોમ્પ્યુટરમાંથી 47 વીડિયો મળી આવ્યા હતા. જે તેના કાર્યોની ચાડી ખાઇ રહ્યું છે.પોલીસે કહ્યું- આરોપી બાલેશે આ વીડિયો કોરિયન છોકરીઓના નામે સેવ કર્યો હતા જેની સાથે તેણે બળાત્કાર કર્યો હતો.
કોર્ટે કહ્યું- સુનાવણીમાં વીડિયો ન બતાવો
આ કેસમાં છેલ્લા 4 વર્ષથી સુનાવણી ચાલી રહી છે. હવે કોર્ટનું કહેવું છે કે દરેક સુનાવણીમાં આ વીડિયોને પુરાવા તરીકે રજૂ કરવા અથવા બતાવવા પર રોક લગાવવી જોઈએ. જ્યુરીએ કહ્યું- આ વીડિયો જોવો ખૂબ જ પરેશાન કરે છે.
સમાચાર સાભાર- ધ ડેઇલી મેઇલ યુકે