ચેનલ કેમ ડિલીટ કરવામાં આવી છે તેની તપાસ કરવા માટે કોંગ્રેસે ગુગલને કરી જાણ, પુનઃસ્થાપિત કરવા માટે ગુગલને વિનંતી

Congress, Youtube, Youtube Channel, Deleted, INC India, કોંગ્રેસ, યુટ્યુબ ચેનલ, ડીલીટ,
હેકરોએ ડીલીટ કરી કે અન્ય કારણોસરથી ડીલીટ થઇ અંગે કોંગ્રેસ પણ અજાણ

કોંગ્રેસ પાર્ટીની યુટ્યુબ ચેનલ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અચાનક જ ડીલીટ થઇ જતા કોંગ્રેસની સોશ્યિલ મીડિયા ટીમ દોડતી થઇ ગઇ છે. પાર્ટી દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. આ ચેનલ કેમ ડિલીટ કરવામાં આવી છે કે ટેકનિકલ કારણોસર ડીલીટી થઇ ગઇ છે તેની તપાસ કરવામાં આવી રહી છે. હમણાં માટે, કોંગ્રેસે યુટ્યુબ અને ગૂગલ બંનેનો સંપર્ક કર્યો છે અને તેની ચેનલને પુનઃસ્થાપિત કરવાનું કહ્યું છે તેમ કોંગ્રેસન આઇટી ટીમે ટ્વિટ કરીને જાણકારી આપી હતી.

જારી કરાયેલા નિવેદનમાં પાર્ટીએ કહ્યું છે કે અમારી યુટ્યુબ ચેનલ ‘ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ’ને ડિલીટ થઇ ગઇ છે . અમે આને ઠીક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, YouTube અને Google ટીમ સાથે વાતચીત ચાલી રહી છે. તપાસ ચાલી રહી છે, તે સમજવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે તે ટેકનિકલ ખામી હતી કે કોઈ ષડયંત્ર. ટૂંક સમયમાં પાછા આવવાની આશા છે.

હવે આ પહેલા પણ દેશના ઘણા મોટા નેતાઓના ટ્વીટર હેન્ડલ હેક થતા જોવા મળ્યા છે, પરંતુ એવું ભાગ્યે જ જોવા મળે છે કે કોઈ પાર્ટીની આખી યુટ્યુબ ચેનલ ડીલીટ થઈ જાય. હાલ કારણ કે તેનું કારણ સ્પષ્ટ નથી, આવી સ્થિતિમાં કોંગ્રેસ પણ પોતાના સત્તાવાર નિવેદનમાં માત્ર તપાસની વાત કરી રહી છે. હેકિંગની આશંકા ચોક્કસપણે વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી નક્કર માહિતી ન આવી હોવાથી તેની રાહ જોવાઈ રહી છે.