પરાગ કંસારા ટીવીના સુપરહિટ કોમેડી રિયાલિટી શો ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ની પહેલી સિઝનમાં સ્પર્ધક તરીકે જોવા મળ્યાં હતા. સુનિલ પાલે શેર કર્યો પરાગ સાથેનો વીડિયો

પરાગ કંસારા, હાસ્ય કલાકાર, કોમેડિયન, રાજુ શ્રીવાસ્તવ, સુનિલ પાલ, pARAG Kansara, Raju Srivastav, Stand Up Comedian,

ટીવી ઈન્ડસ્ટ્રી માટે વધુ એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. બોલિવૂડના પીઢ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ બાદ વધુ એક કોમેડિયને દુનિયાને અલવિદા કહી દીધું છે. ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ની પ્રથમ સીઝનના સ્પર્ધક પરાગ કંસારાનું નિધન થયું છે. તેના મિત્ર અને પ્રખ્યાત કોમેડિયન સુનીલ પાલે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને આ માહિતી આપી છે.

સુનીલ પાલ પરાગને યાદ કરીને ભાવુક થયા
કોમેડિયન સુનીલ પાલે કોમેડિયનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સુનીલ પાલ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને ભાવુક દેખાઈ રહ્યા છે, તેમણે કહ્યું કે, હેલો મિત્રો, કોમેડીના ક્ષેત્રમાંથી વધુ એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે, અમારા લેફ્ટ ચેલેન્જ પાર્ટનર પરાગ કંસારા જી હવે આ દુનિયામાં નથી. દરેક વસ્તુની વિરુદ્ધ વિચાર કરો એમ કહીને તે અમને હસાવતા હતા. પરાગ ભૈયા હવે આ દુનિયામાં નથી. ખબર નથી કોને કોમેડીની દુનિયાની નજર લાગી ગઈ છે. અમે થોડા દિવસ પહેલા જ રાજુભાઈને ગુમાવ્યા હતા. આપણે એક પછી એક કોમેડીનો સ્તંભ ગુમાવી રહ્યા છીએ. સુનીલ પાલે પણ આ વીડિયોમાં દિપેશ ભાનને યાદ કર્યા છે.

પરાગ કંસારા વડોદરાનો રહેવાસી હતો
પરાગ ગુજરાતના વડોદરાનો રહેવાસી હતો. તે ઘણા સમયથી ટીવી અને કોમેડી શોથી દૂર હતો. પરાગ ટીવીના સુપરહિટ કોમેડી રિયાલિટી શો ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’માં સ્પર્ધક તરીકે જોવા મળ્યો હતો. આ શો શો ભારતીય ટેલિવિઝનનો પ્રથમ એવો શો હતો જેણે સ્ટેન્ડઅપ કોમેડિયનને એક મોટું પ્લેટફોર્મ આપવાનું કામ કર્યું હતું. આ શોએ નવા કોમેડિયનોને પણ પોતાની છાપ બનાવવાની તક આપી. આ શોથી પરાગને ઘરે-ઘરે ઓળખ મળી.

લાફ્ટર ચેલેન્જની પ્રથમ સિઝનમાં સ્પર્ધકો હતા
પરાગ કંસારા ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ની પ્રથમ સીઝનનો સ્પર્ધક હતો. જો કે, તે વિજેતા ન બની શક્યો, પરંતુ તેની કોમેડી દર્શકોને ખૂબ પસંદ આવી. આ શો સિવાય તે અન્ય કોમેડી શો (કોમેડી કા કિંગ કૌન)માં પણ જોવા મળ્યો છે. જોકે, પરાગ છેલ્લા કેટલાક સમયથી કોઈ કોમેડી શોમાં જોવા મળ્યો નહોતો. વર્ષ 2011માં પરાગને ટ્રાફિકના નિયમો તોડવા બદલ એક વર્ષની જેલ પણ થઈ હતી.