વરિષ્ઠ પસંદગી સમિતિએ આજે મંગળવારે આગામી ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતની 15-સભ્ય ટીમની પસંદગી કરી, જે વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં યોજાશે.

ભારત 05 જૂન, 2024 ના રોજ ન્યુયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આયર્લેન્ડ સામે તેના વિશ્વ કપ અભિયાનની શરૂઆત કરશે, ત્યારબાદ તે જ સ્થળે 09 જૂન, 2024ના રોજ પાકિસ્તાન સામે ટક્કર થશે.
ત્યારબાદ ભારત 12 અને 15 જૂને અનુક્રમે યુએસએ અને કેનેડા સામે રમશે.

BCCI સેક્રેટરી જય શાહ અને મુખ્ય સિલેક્ટર અજિત અગરકર T20 વર્લ્ડ કપ 2024ની પસંદગી માટે
અમદાવાદમાં છે. પીટીઆઈના જણાવ્યા અનુસાર, સિલેક્શન માટેની મિટિંગ બાદ ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાની આજે જાહેરાત થઈ છે.

ICC દ્વારા વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે.

ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (WK), સંજુ સેમસન (WK), શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ , અર્શદીપ સિંહ , જસપ્રિત બુમરાહ , મોહમ્મદ. સિરાજ.

રિઝર્વ ખેલાડીઓ – શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ અને અવેશ ખાન