સામાન્ય રીતે જે રીતે તમે ભારતમાં વાહન ચલાવવા માટે લાયસન્સ ધરાવો છો તેજ રીતે વિદેશ ગયા પછી પણ આ રીતે વાહન ચલાવી શકાય કે નહીં તે અંગે મનમાં સવાલો રહે છે અને સાચી માહિતીના અભાવ તેઓ મૂંઝવણમાં રહેતા હોય છે.
ખાસ કરીને વિદેશ જતા ભારતીયો માટે આ માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આપને જણાવી દઈએ કે ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા,ઑસ્ટ્રેલિયા, કેનેડા, યુનાઇટેડ કિંગડમ, ન્યુઝીલેન્ડ, સ્વિટ્ઝર્લેન્ડ, જર્મની, ફ્રાન્સ, દક્ષિણ આફ્રિકા, સ્વીડન સહિત ઘણા દેશોમાં માન્ય છે.
આ દેશો પ્રવાસીઓને તેમની સરહદો પાર વાહન ચલાવવાની મંજૂરી આપે છે જોકે,તે માટે કેટલાક નિયમોનું પાલન કરવાનું રહે છે જાણો શુ હોય છે નિયમો.

યુએસએમાં એક વર્ષ માટે માન્ય છે.

મોટાભાગના યુએસ રાજ્યો મોટરચાલકોને ભારતીય ડ્રાયવર્સ લાયસન્સ સાથે ભાડાની કાર ચલાવવાની મંજૂરી આપે છે,
જો તે અંગ્રેજીમાં હોય અને માન્ય હોય.
અહીં એક વાત મહત્વની છે કે ભારતીય DL સાથે, તમારે I-94 ફોર્મની જરૂર પડશે, તેમાં તમારી અમેરિકામાં પ્રવેશ કર્યો તે તારીખ વગેરે વિશેની માહિતી હોવી જોઈએ.
યુએસએમાં ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ 1 વર્ષ માટે માન્ય ગણવામાં આવે છે, તમામ દસ્તાવેજો જરૂરી છે.

ભારતીય લાઇસન્સ જર્મનીમાં 6 મહિના માટે માન્ય છે

જો તમે માત્ર અસ્થાયી રોકાણ માટે જર્મનીની મુલાકાત લેતા હોવ, તો તમે દેશમાં પ્રવેશ્યા પછી 6 મહિના સુધીના સમયગાળા માટે માન્ય ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે વાહન ચલાવી શકો છો.
એટલે કે ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ જર્મનીમાં 6 મહિના માટે માન્ય છે અને આંતરરાષ્ટ્રીય ડ્રાયવર્સ લાયસન્સની અહીં જરૂર પડતી નથી.

ઑસ્ટ્રેલિયામાં 3 મહિના માટે માન્ય

ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ, ક્વીન્સલેન્ડ, દક્ષિણ ઓસ્ટ્રેલિયા, કેપિટલ ટેરિટરી અને નોર્ધન ટેરિટરી, ભારતીય ડ્રાઇવિંગ લાયસન્સ 3 મહિનાના સમયગાળા માટે માન્ય છે.
એટલે કે, આ ભાગોમાં તમે ભારતીય DL સાથે 3 મહિના સુધી ડ્રાઇવ કરી શકો છો, પરંતુ, તમારું DL અંગ્રેજીમાં હોવું જોઈએ.

યુકેમાં એક વર્ષ માટે માન્ય

ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ બ્રિટનમાં 1 વર્ષ માટે માન્ય છે.
ત્યાંની સરકાર ભારતીય ડ્રાઈવિંગ ધરાવતી વ્યક્તિને માત્ર અમુક શ્રેણીના વાહનો ચલાવવાની મંજૂરી આપે છે.

કેનેડામાં 60 દિવસ સુધી ડ્રાઇવ કરી શકો છો

તમે કેનેડામાં ભારતીય ડ્રાઇવિંગ લાયસન્સ સાથે 60 દિવસ સુધી ડ્રાઇવ કરી શકો છો, જો કે DL અંગ્રેજીમાં અનુવાદિત હોવું જોઈએ.
આ સાથે, તમારે દેશમાં તમારા પ્રવેશ સાથે સંબંધિત દસ્તાવેજો પણ સાથે રાખવા પડશે.

ન્યુઝીલેન્ડમાં એક વર્ષ માટે માન્ય

ન્યુઝીલેન્ડમાં એક વર્ષ માટે ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે.
જે પછી ન્યુઝીલેન્ડનું ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ પરમિટ હોવી આવશ્યક છે. ન્યૂઝીલેન્ડમાં ભારતીય DL સાથે ડ્રાઇવ કરવા માટે જરૂરી ન્યૂનતમ વય 21 વર્ષ છે, જો કે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ અંગ્રેજીમાં હોવું આવશ્યક છે.
જો આવું ન હોય તો, તમે ન્યૂઝીલેન્ડ ટ્રાન્સપોર્ટ એજન્સી પાસેથી તમારા ભારતીય ડ્રાઇવિંગ લાયસન્સની અનુવાદ કરેલી નકલ મેળવી શકો છો.

સ્વિટ્ઝર્લેન્ડમાં એક વર્ષ સુધી વાહન ચલાવવાની છૂટ

ઉપર જણાવેલ દેશોની જેમ સ્વિત્ઝર્લેન્ડ પણ ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ ધારકોને દેશમાં એક વર્ષ માટે વાહન ચલાવવાની પરવાનગી આપે છે.
લાઇસન્સ અંગ્રેજીમાં હોવું આવશ્યક છે, અને કોઈપણ વ્યક્તિ લાયસન્સ દ્વારા પરવાનગી આપેલ કોઈપણ વાહન ભાડે આપી શકે છે.
અહીં કારને રોડની જમણી બાજુએ ચલાવવાની રહેશે.

ફ્રાન્સમાં એક વર્ષ સુધી માન્ય,પરંતુ ડાબી બાજુએ સ્ટીયરિંગ વ્હીલ

ફ્રાન્સમાં ભારતીય ડ્રાઈવિંગ લાયસન્સ એક વર્ષ સુધી માન્ય છે.
જોકે કોઈએ તેનો ફ્રેન્ચમાં અનુવાદ કરવો પડશે.
મોટાભાગના યુરોપની જેમ, ફ્રાન્સમાં કારના સ્ટીયરિંગ વ્હીલ્સ ડાબી બાજુએ હોય છે,અને કાર રસ્તાની જમણી બાજુએ ચાલે છે.

દક્ષિણ આફ્રિકામાં એક વર્ષ માટે માન્ય

ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ દક્ષિણ આફ્રિકામાં એક વર્ષ માટે માન્ય ગણવામાં આવે છે.
અહીં ડ્રાઇવિંગ લાઇસન્સ પણ અંગ્રેજીમાં હોવું જોઈએ.
આ દેશમાં કાર અથવા મોટરસાઇકલ ભાડે આપવા માટે આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ પરમિટની જરૂર પડી શકે છે. સલામત રહેવા માટે, મુસાફરીના અન્ય દસ્તાવેજો તમારી સાથે રાખવા જોઈએ.

તમે એક વર્ષ માટે સ્વીડનમાં વાહન ચલાવી શકો છો

ભારતીય ડ્રાઇવિંગ લાયસન્સ સાથે, વ્યક્તિ એક વર્ષ માટે સ્વીડનના સુંદર રસ્તાઓ પર ડ્રાઇવિંગનો આનંદ માણી શકે છે. ડ્રાઇવિંગ લાઇસન્સ અંગ્રેજી અથવા સ્વીડન દ્વારા મંજૂર કરાયેલ અન્ય ભાષામાં હોવું આવશ્યક છે, જેમાં સ્વીડિશ, જર્મન, ફ્રેન્ચ, ડેનિશ અને નોર્વેજીયનનો સમાવેશ થાય છે. આઈડી પ્રૂફ અને ફોટો જેવા અન્ય દસ્તાવેજો પણ તમારી સાથે રાખવા જોઈએ.
આમ,આ માહિતી ખાસ કરીને વિદેશમાં જવા માંગતા ભારતીયો માટે ખાસ ઉપયોગી થઈ પડશે.