ભારતે બોફોર્સ તોપ, રોકેટ, સીસ્ટમ તથા લાઈટ હોવિત્ઝર તોપો ગોઠવી

ચીન સેન્યએ લદાખથી લઈને અરુણાચલ ચૂંટણીની ભારત સાથેની સીમા પર ભારે જમાવટ કરવાની સાથે ભારે શસ્ત્રો અને લશ્કરી બાંધકામ કરવાનું ચાલું જ રાખતા ભારત પણ વળતી તૈયારી રૂપે ગલવાન ઘાટી સહિતના ક્ષેત્રમાં તોપદળ- રોકેટ લોન્ચર સીસ્ટમ તથા લડાયક વિમાનો તૈનાત કરીને ચીનને સંદેશ આપી દીધો છે.

હાલમાં જ ચીને ગત વર્ષે ગલવાન ઘાટીમાં જે કઈ અથડામણ થઈ હતી તેના માટે ભારતને જવાબદાર ગણાવ્યું હતું અને આ રીતે ફરી સીમા પર તનાવ સર્જી દીધો છે. ઉપરાંત લશ્કરી ગતિવિધિ પણ વધારી દેતા ભારતે આ ક્ષેત્રમાં હાઈટેક બંદરો બોફોર્સ તોપ, રોકેટ, સીસ્ટમ તથા લાઈટ હોવિત્ઝર તોપો ગોઠવી છે. ભારતીય હવાઈ દળના એમ-777 હોવિત્ઝરને ચિનુક હેલીકોપ્ટરની મારફત એરલીફટ કરીને અહી પહોચાડી હતી.
ઉપરાંત બોર્ડર માર્ગ ઓર્ગેનાઈઝેશનના ખાસ મીશનથી આર્ટીલરી બંદૂકોને પણ અહી ઉંચાઈના સ્થળે તેનાત કરી હતી તથા સરહદી ક્ષેત્રમાં હેવી રોડ બનાવવાનું શરુ થયુ છે જેથી અતિ ભારે શસ્ત્રો પણ અહી પહોચાડી શકાશે. સુત્રોના જણાવ્યા મુજબ સીમા પર ચીન તમામ પ્રાથમીક સુવિધાઓ ઉભા કરી રહ્યું છે. લાંબો સમય સુધી અહી સેનાની જરૂરિયાતનો સામાન સંગ્રહ કરી શકાય.
તે રીતે ખાસ અન્ડરગ્રાઉન્ડ સુવિધા ઉભી કરી છે તો ભારતે પુર્વ લદાખ તરફ જતી 3500 કિમીની લાંબી અંકુશ રેખા પરના ક્ષેત્રમાં ભુગર્ભ સુરંગ- સડકો તથા અન્ય બુનિયાદી માર્ગો પણ બાંધવાનું શરુ કર્યુ છે તથા નાની હવાઈ પટ્ટીની હેલીકોપ્ટર ઉતરી શકે નહી. સુવિધા ઉભી કરે છે તો લદાખ સહિતના ક્ષેત્રોમાં રાફેલ સહિતના વિમાનો પણ તેનાત કર્યા છે.