મેન ઓફ ધ મેચ કુલદીપ યાદવ, બાંગ્લાદેશ 324 રનમાં ઓલઆઉટ, કેપ્ટન શાકિબ અલ હસને 108 બોલમાં 84 રન બનાવ્યા
ભારતે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં બાંગ્લાદેશને 188 રને હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં ઓલઆઉટ થતાં સુધી 404 રન બનાવ્યા હતા અને 258 રન બનાવીને બીજી ઈનિંગ ડિકલેર કરી હતી. જવાબમાં બાંગ્લાદેશની ટીમ પ્રથમ દાવમાં 150 રન અને બીજી ઈનિંગમાં 324 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી કુલદીપ યાદવે ખતરનાક બોલિંગ કરતા 8 વિકેટ ઝડપી હતી. તેને ‘પ્લેયર ઓફ ધ મેચ’ તરીકે પણ પસંદ કરવામાં આવ્યો હતો.
ચેતેશ્વર પૂજારા અને શુભમન ગીલે શાનદાર પ્રદર્શન કરતા સદી ફટકારી હતી.ભારતે આપેલા ટાર્ગેટનો પીછો કરતા બાંગ્લાદેશની ટીમ બીજા દાવમાં 324 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન ઝાકિર હસને સદી ફટકારી હતી. તેણે 224 બોલનો સામનો કરીને 100 રન બનાવ્યા હતા. કેપ્ટન શાકિબ અલ હસને 108 બોલમાં 84 રન બનાવ્યા હતા. તેણે 6 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. આ દરમિયાન ભારત તરફથી કુલદીપ યાદવે શાનદાર બોલિંગ કરી હતી. કુલદીપે 20 ઓવરમાં 73 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તેણે પ્રથમ દાવમાં 5 વિકેટ ઝડપી હતી. કુલદીપને તેના સારા પ્રદર્શન માટે ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યો હતો.
ટીમ ઈન્ડિયા માટે શુભમન અને પૂજારાએ બીજી ઈનિંગમાં સદી ફટકારી હતી. શુભમને 152 બોલમાં 110 રન બનાવ્યા હતા. પૂજારાએ 130 બોલનો સામનો કર્યો અને અણનમ 102 રન બનાવ્યા. તેણે 13 ચોગ્ગા ફટકાર્યા હતા. આ પહેલા ભારત માટે પૂજારાએ પ્રથમ દાવમાં 90 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યરે 86 રનનું યોગદાન આપ્યું હતું. રિષભ પંતે 46 રન બનાવ્યા હતા.
કેએલ રાહુલ અને વિરાટ કોહલી આ મેચમાં કંઈ ખાસ કરી શક્યા ન હતા. જોકે કોહલી બીજા દાવમાં 19 રન બનાવીને અણનમ રહ્યો હતો. તે પ્રથમ દાવમાં 1 રન બનાવીને આઉટ થયો હતો.બાંગ્લાદેશ માટે ભારતની પ્રથમ ઇનિંગ દરમિયાન મેહદી હસને 4 વિકેટ લીધી હતી. તેણે 31.5 ઓવરમાં 112 રન આપ્યા હતા. તૈજુલ ઈસ્લામે 46 ઓવરમાં 133 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. બીજી ઇનિંગ દરમિયાન મહેસી હસન અને ખાલિદ અહેમદે એક-એક વિકેટ લીધી હતી.