વિદેશ મંત્રી એસ જયશંકરે કેનેડાના પરિપ્રેક્ષ્યમાં મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે કેનેડાની રાજનીતિમાં ખાલિસ્તાનનો હસ્તક્ષેપ નુકશાન કરાવશે.
કેનેડાની રાજનીતિએ ખાલિસ્તાની દળોને જગ્યા આપી છે,જેના કારણે બંને દેશોના સંબંધો પર વિપરીત અસર પડી રહી છે.
કેનેડા અને ભારતના સંબંધોમાં વધેલી કડવાશ વચ્ચે વિદેશ મંત્રીનું આ નિવેદન આવ્યું છે.

વિદેશ મંત્રી એસ જયશંકરે કેનેડાની રાજનીતિમાં ખાલિસ્તાનના હસ્તક્ષેપ અંગે વાત કરી વિદેશ મંત્રી જયશંકરે કહ્યું છે કે કેનેડાની રાજનીતિએ ખાલિસ્તાની દળોને જગ્યા આપીને ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોને પ્રતિકૂળ અસર કરતી પ્રવૃત્તિઓમાં સામેલ થવાની મંજૂરી આપવામાં આવી છે.
વિદેશ મંત્રીએ ચિંતા વ્યક્ત કરી કે આ પ્રકારનો અભિગમ બંને દેશોના હિતમાં નથી.
જયશંકરનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બંને દેશોના સંબંધો બગડી ગયા છે.
ગત વર્ષે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના નિવેદન બાદ બંને દેશો વચ્ચેના સંબંધો બગડવા લાગ્યા હતા.
ટ્રુડોએ ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો પાયાવિહોણો આરોપ લગાવ્યો હતો.
તેમણે કહ્યું હતું કે આમાં ભારતીય ગુપ્તચર એજન્સી સામેલ છે.
ભારતે આ આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા હતા.
વિદેશ મંત્રી જયશંકરે મંગળવારે કહ્યું, ‘મુખ્ય મુદ્દો એ છે કે કેનેડાની રાજનીતિમાં ખાલિસ્તાની દળોને ઘણી જગ્યા આપવામાં આવી છે. તેઓને એવી પ્રવૃત્તિઓમાં જોડાવવાની મંજૂરી આપવામાં આવી હતી જે મારા મતે સંબંધો માટે સારી નથી.
આ સ્પષ્ટપણે ભારતના હિતમાં નથી અને કેનેડાના હિતમાં પણ નથી.
પરંતુ કમનસીબે તેમની રાજનીતિની આ દશા છે જે નુકશાન કરાવશે.