રોમાંચક મેચમાં નિસંકાની સદી બેકાર, ફરી અભિષેક ચમક્યો, હર્ષિત રાણાએ છેલ્લી ઓવરમાં 12 રન ન થવા દીધા, ભારત પાંચ વિકેટે 202 રન, શ્રીલંકા 202/5

India Vs Sri Lanka Super 4 Match : ઓપનિંગ બેટ્સમેન પથુમ નિસાન્કાએ શાનદાર સદી ફટકારતાં ટુર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહેલી ભારતીય ટીમ સામે એક સમયે પરાજયનું જોખમ આવી ગયું હતું પરંતુ એશિયા કપ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટના સુપર-4 રાઉન્ડની અંતિમ મેચમાં બને ટીમનો સ્કોર સરભર રહેતા મેચ ટાઈમાં પરિણમી હતી અને પરિણામ માટે સુપર ઓવરની મદદ લેવાઈ હતી જેમાં ભારતનો રોમાંચક વિજય થયો હતો.
ભારતે પહેલી બેટિંગમાં 20 ઓવરમાં પાંચ વિકેટે 202 રન બનાવ્યા હતા. અભિષેક શર્માએ માત્ર 31 બોલમાં 61 રનની તોફાની પારી રમી. તિલક વર્મા (નાબાદ 49) અને અક્ષર પટેલ (નાબાદ 21)એ અંત સુધી ટકી રહીને ભારતને મોટા સ્કોર સુધી પહોંચ્યું હતું. શ્રીલંકાની શરુઆત ખરાબ રહી હતી. પરંતુ નિસંકા (107 રન, 58 બોલ, 7 ચોગ્ગા-6 છગ્ગા) અને કસલ પેરેરા (58)એ બીજી વિકેટે 127 રનની ભાગીદારી કરીને મેચમાં ઉત્સુકતા વધારી. છેલ્લી ઓવરમાં જીત માટે 12 રન જરૂરી હતા, પરંતુ હર્ષિત રાણાની બોલિંગે દબાણ ઉભું કર્યું. નિસંકા પહેલી જ બોલે આઉટ થતા મેચનું પાસું બદલાઈ ગયું હતું અને શ્રીલંકા 202 રન સુધી પહોંચી શકી હતી.
શ્રીલંકા સુપર ઓવરમાં 2 રન જ બનાવી શકી
મેચ બાદ સુપર ઓવર રમાયો. શ્રીલંકા માત્ર 2 રન જ બનાવી શકી. જવાબમાં ભારતે વાનિંદુ હસરંગાના પહેલા જ બોલે સુર્યકુમાર યાદવે ત્રણ રન બનાવીને જીત પોતાના નામે કરી.
સુપર ઓવર : શ્રીલંકા બે રનમાં બે વિકેટ
બોલરઃ અર્શદીપ
1 કુસલ પરેરા આઉટ
2 કામિન્દુ મેન્ડીસ એક રન
3 શનાકા 00 રન
4 શનાકા વાઇડ
4 શનાકા 00 રન
5 શનાકા આઉટ
ભારત વિના વિકેટે 03
બોલરઃ હસારંગા
1 સૂર્યકુમાર યાદવ 3 રન
134 રનના કુલ સ્કોરે કુસલ પરેરાને આઉટ કરીને વરુણ ચક્રવર્તીએ ભારતને બ્રેક અપાવ્યો હતો. પરેરાએ 32 બોલમાં એક સિક્સર અને આઠ ચોગ્ગા સાથે 58 રન ફટકાર્યા હતા. જોકે વરુણ ચક્રવર્તીની સફળતાને અનુસરીને ભારતના બાકીના બોલરે ટીમને ઉપરા ઉપરી સફળતા અપાવી હતી. પરેરા આઉટ થયો ત્યાર બાદ કુલદીપ યાદવે શ્રીલંકન કેપ્ટન અને આક્રમક બેટિંગ માટે જાણીતા ચરિથ અસાલન્કાને સસ્તામાં આઉટ કરી દીધો હતો. જોકે આ દરમિયાન સામે છેડે પાથુમ નિસાન્કા આરામથી બેટિંગ કરી રહ્યો હતો. તેણે બાવન બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. એશિયા કપમાં ટી20માં સદી ફટકારનારો તે ત્રીજ બેટર બન્યો હતો. અગાઉ બાબર હયાત, વિરાટ કોહલીએ સદી ફટકારી હતી. ટી20 ક્રિકેટમાં શ્રીલંકા માટે સદી ફટકારનારો નિસાન્કા થો બેટર બન્યો હતો. તેણે 58 બોલમાં છ સિક્સર સાથે 107 રન ફટકાર્યા હતા.
ભારત આ ટૂર્નામેન્ટમાં અપરાજિત રહ્યું છે અને તમામ છ મેચ જીતી ચૂક્યું છે. હવે 28 સપ્ટેમ્બરે ફાઈનલમાં તેનો મુકાબલો પાકિસ્તાન સામે થવાનો છે. બીજી તરફ શ્રીલંકાનું ટ્રોફી જીતવાનું સ્વપ્ન તૂટ્યું છે.