ઇંગ્લેન્ડ બીજી ઇનિંગમાં 122 રને ઓલઆઉટ, રવિન્દ્ર જાડેજાની પાંચ વિકેટ, યશશ્વીએ કરિયરની બીજી બેવડી સદી નોંધાવી અણનમ 214 રન ફટકાર્યા, આ જીત સાથે ભારતીય ટીમ શ્રેણીમાં 2-1થી આગળ થઈ ગઈ છે.

ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 434 રનથી હરાવ્યું છે. રાજકોટમાં રમાયેલી મેચમાં ભારતે પ્રથમ દાવમાં 445 રન બનાવ્યા હતા. આ પછી 430 રન બનાવીને બીજી ઈનિંગ ડિકલેર કરવામાં આવી હતી. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ દાવમાં 319 અને બીજી ઈનિંગમાં 122 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ ઈતિહાસમાં રનના મામલે સૌથી મોટી જીત નોંધાવી છે. રનના મામલે ઈંગ્લેન્ડની આ બીજી સૌથી મોટી હાર છે. ભારત તરફથી યશસ્વી જયસ્વાલે બેવડી સદી ફટકારી હતી. તેણે અણનમ 214 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ પ્રથમ દાવમાં સદી ફટકારી હતી. તેણે 131 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજાએ 112 રન બનાવ્યા હતા.

  • ભારતના પ્રથમ દાવના 445 રનના જવાબમાં ઈંગ્લેન્ડ પ્રથમ દાવ 319 રનમાં ઓલઆઉટ
  • ભારતનો બીજો દાવ 430/4 પર ડિકલેર, ઈંગ્લેન્ડ બીજી ઈનિંગમાં 122 રનમાં ઓલઆઉટ
  • વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત બીજા સ્થાને પહોંચી ગયું

આ જીત સાથે ટીમ ઈન્ડિયા સીરીઝમાં 2-1થી આગળ થઈ ગઈ છે. હવે શ્રેણીની ચોથી મેચ રાંચીમાં 23 ફેબ્રુઆરીથી રમાશે. માર્ક વૂડ સિવાય ઈંગ્લેન્ડનો કોઈ બેટ્સમેન 20નો આંકડો પણ સ્પર્શી શક્યો નહોતો. વુડે 15 બોલમાં 33 રન બનાવ્યા હતા. આ સાથે જ ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ પાંચ વિકેટ ઝડપી હતી. આ સિવાય કુલદીપને બે વિકેટ મળી હતી. બુમરાહ અને અશ્વિનને એક-એક વિકેટ મળી હતી.

ભારતે રાજકોટમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને 445 રન બનાવ્યા હતા. તે જ સમયે, ઇંગ્લેન્ડનો પ્રથમ દાવ 319 રન પર સમાપ્ત થયો હતો. પ્રથમ દાવના આધારે ભારતે બીજી ઇનિંગમાં 126 રનની લીડ મેળવી હતી. ભારતે ચાર વિકેટે 430 રન બનાવીને તેનો બીજો દાવ ડિકલેર કર્યો હતો. કુલ લીડ 556 રન હતી. 557 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લિશ ઈનિંગ્સ 122 રનમાં સમેટાઈ ગઈ હતી. શ્રેણીની ચોથી મેચ 23 ફેબ્રુઆરીથી રાંચીમાં રમાશે.

યશસ્વીએ બીજી ઇનિંગમાં બેવડી સદી ફટકારી હતી

ચોથા દિવસની રમતમાં ભારતીય ટીમની શરૂઆત શાનદાર રહી હતી. શુભમન ગિલ અને કુલદીપ યાદવે મળીને લગભગ એક કલાક સુધી ઇંગ્લિશ બોલરોને પરેશાન કર્યા હતા. એવું લાગતું હતું કે ગિલ તેની સદી પૂરી કરશે પરંતુ કુલદીપ યાદવ સાથેની ગેરસમજને કારણે તે રનઆઉટ થયો હતો. ગિલે 151 બોલમાં 91 રન બનાવ્યા જેમાં 9 ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે.

ગિલના આઉટ થયા બાદ યશસ્વી જયસ્વાલ ક્રિઝ પર આવ્યો હતો. ત્રીજા દિવસની રમતમાં સદી ફટકાર્યા બાદ જયસ્વાલ રિટાયર્ડ હર્ટ થયો હતો. જો કે આ દરમિયાન ભારતે કુલદીપ યાદવની વિકેટ પણ ગુમાવી દીધી હતી જે રેહાન અહેમદના બોલ પર જો રૂટના હાથે કેચ આઉટ થયો હતો. આ પછી યશસ્વી જયસ્વાલ અને સરફરાઝ ખાને મળીને ભારતને ખૂબ જ મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું હતું.

યશસ્વી જયસ્વાલ અને સરફરાઝ ખાને મળીને પાંચમી વિકેટ માટે 172 રનની અણનમ ભાગીદારી કરી હતી. યશસ્વીએ 236 બોલમાં 214 રનની અણનમ ઇનિંગ રમી હતી. યશસ્વીએ પોતાની ઇનિંગમાં 14 ચોગ્ગા અને 12 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે શુભમન ગીલે 91 રન અને સરફરાઝ ખાને 68 અણનમ રન બનાવ્યા હતા.

ટીમ ઈન્ડિયાની રનના અંતરથી સૌથી મોટી જીત
434 રન ઈંગ્લેન્ડ રાજકોટ 2024
372 રન ન્યુઝીલેન્ડ વાનખેડે 2021
337 રન દક્ષિણ આફ્રિકા દિલ્હી 2015
321 રન ન્યુઝીલેન્ડ ઇન્દોર 2016
320 રન ઓસ્ટ્રેલિયા મોહાલી 2008

ICC WORLD TEST CHAMPIONSHIP

TEAMMWLDPTPCT
NZ43103675.00
IND74215059.52
AUS106316655.00
BAN21101250.00
PAK52302236.66
WI41211633.33
SA41301225.00
ENG83412121.87
SL202000.00
@Cricinfo

Largest victories

WinnerMarginTargetOversOppositionGroundMatch DateScorecard
England675 runs74225.3v AustraliaBrisbane30 Nov 1928Test # 176
Australia562 runs70863.3v EnglandThe Oval18 Aug 1934Test # 237
Bangladesh546 runs66233.0v AfghanistanMirpur14 Jun 2023Test # 2506
Australia530 runs70240.2v South AfricaMelbourne17 Feb 1911Test # 114
South Africa492 runs61246.4v AustraliaJohannesburg30 Mar 2018Test # 2302
Australia491 runs56431.3v PakistanPerth16 Dec 2004Test # 1726
Sri Lanka465 runs62449.2v BangladeshChattogram3 Jan 2009Test # 1905
India434 runs55739.4v EnglandRajkot15 Feb 2024Test # 2530
@Cricinfo