ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં પણ થોડો વરસાદ થવાની સંભાવના, મંગળવારે સાંજે પડ્યો ધોધમાર વરસાદ
ટી20 વર્લ્ડ કપ 2022માં ટીમ ઈન્ડિયાની આગામી મેચ 2 નવેમ્બરે બાંગ્લાદેશ સામે છે. જો ભારત અહીં મેચ જીતી જાય છે તો તેનો સેમીફાઈનલમાં જવાનો રસ્તો આસાન થઈ જશે, તેથી આ મેચની બધાની રાહ જોવાઈ રહી છે. એડિલેડમાં યોજાનારી આ મેચ ખરાબ હવામાનના પડછાયા હેઠળ છે, કારણ કે અહીં મંગળવારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે સમસ્યા સર્જાઈ શકે છે.
ભારત-બાંગ્લાદેશ વચ્ચેની મેચ બુધવારે ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થવાની છે. હવે મંગળવારે સતત વરસાદ પડી રહ્યો છે, જેથી બુધવારે હવામાન સ્વચ્છ થઈ શકે છે. પરંતુ અત્યારે ઓસ્ટ્રેલિયામાં જે પ્રકારનું વાતાવરણ છે, તે ઘણી મેચોમાં મુશ્કેલીઓ સર્જી ચૂક્યું છે. બુધવારની આગાહી પર નજર કરીએ તો વરસાદની શક્યતા રહેલી છે.
Weather.Com અનુસાર, બુધવારે એડિલેડમાં દિવસના લગભગ 20 ટકા વરસાદ પડી શકે છે, જ્યારે સાંજે આ સંખ્યા વધીને 50 ટકા થઈ જશે. એડિલેડમાં બુધવારે તાપમાન દિવસ દરમિયાન 16 ડિગ્રી અને રાત્રે 10 ડિગ્રી સુધી રહી શકે છે. તમને જણાવી દઈએ કે આ વખતે ટી20 વર્લ્ડ કપની ઘણી મેચો વરસાદને કારણે રદ્દ થઈ ગઈ છે, જેના કારણે પોઈન્ટ ટેબલ પર ઘણી અસર થઈ છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા માટે વરસાદ કોઈ મુશ્કેલી ન બને તેવી હાલ તો પ્રાર્થના કરવી રહી કારણ કે સાઉથ આફ્રિકા સામેની હાર બાદ વરસાદનું વિઘ્ન સેમિફાઇનલની રાહ વધુ કઠિન બનાવી શકે છે.
જો વરસાદને કારણે મેચ રદ્દ થાય તો?
ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી 3 મેચ રમી છે, જેમાં 2 જીત અને 1 હાર સાથે તેના 4 પોઈન્ટ છે. ટીમ ઈન્ડિયા અત્યારે ગ્રુપ 2માં બીજા નંબર પર છે. જો ભારત-બાંગ્લાદેશ મેચ ડ્રો થશે તો બંને ટીમોને 1-1 પોઈન્ટ મળશે. એટલે કે તે સમયે ભારતના 4 મેચમાં 5 પોઈન્ટ હશે. ભારતની સાથે બાંગ્લાદેશની પણ આવી જ હાલત છે અને જો વરસાદ પડે તો તેના પણ 4 મેચમાં 5 પોઈન્ટ થઈ જશે. એટલે કે બંને ટીમો બરાબરી પર રહેશે.