કેપ્ટન યશ ધુલની (110) સદી અને શેખ રશીદની 94 રનની ઈનિંગને કારણે ભારતે 50 ઓવરમાં 290 રન કર્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાનો દાવ 41.5 ઓવરમાં 194 રનમાં સમેટાઈ ગયો હતો.
ટીમ ઈન્ડિયા અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ગઈ છે. સેમિફાઇનલ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 96 રને હરાવ્યું હતું. હવે ફાઈનલ મેચમાં ભારત 5 ફેબ્રુઆરીએ ઈંગ્લેન્ડ સામે ટકરાશે.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે પાંચ વિકેટે 290 રન બનાવ્યા હતા. કેપ્ટન યશ ધુલે 110 અને શેખ રાશિદે 94 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાનો દાવ 41.5 ઓવરમાં 194 રનમાં સમેટાઈ ગયો હતો. ભારત તરફથી વિકી ઓસ્તવાલને ત્રણ જ્યારે નિશાંત સિંધુ અને રવિ કુમારને બે-બે સફળતા મળી હતી.
ભારત સતત ચોથી વખત ફાઇનલમાં
ભારતે સતત ચોથી વખત ફાઇનલમાં જગ્યા બનાવી છે. ફાઇનલમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો થશે. ફાઇનલ મેચ ખૂબ જ રોમાંચક બને તેવી શક્યતા છે કારણ કે ઇંગ્લિશ ટીમ પણ ફોર્મમાં છે અને તે ભારતની જેમ ટુર્નામેન્ટમાં અજેય છે.
ભારતીય ટીમે આ રેકોર્ડ બનાવ્યો
કુલીઝમાં આ મોટી જીત સિવાય ટીમ ઈન્ડિયાએ એક ખાસ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. વાસ્તવમાં ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલ મેચમાં આ મોટી જીત સાથે ભારતીય ટીમ સતત ચાર વખત ICC અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની ગઈ છે. ટીમ ઈન્ડિયાએ સૌથી પહેલા વર્ષ 2000માં ફાઈનલની ટિકિટ કાપી હતી. આ પછી, ટીમ વર્ષ 2006, વર્ષ 2008, વર્ષ 2012, વર્ષ 2016, વર્ષ 2018, વર્ષ 2020 અને હવે વર્ષ 2022માં પણ ફાઇનલમાં પ્રવેશ કરવામાં સફળ રહી છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ વર્ષ 2000 અને વર્ષ 2008, વર્ષ 2012 અને વર્ષ 2018માં આઈસીસી અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો, જ્યારે વર્ષ 2006, 2016 અને વર્ષ 2020માં ફાઈનલ મેચમાં તેને નિરાશા હાથ લાગી હતી. .