કેનેડાની સિક્યોરિટી ઈન્ટેલિજન્સ એજન્સીએ એક રિપોર્ટમાં ભારત પર દેશની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાનો આરોપ લગાવ્યો છે.
આ એજન્સીએ પોતાના અહેવાલમાં, ભારતને “વિદેશી હસ્તક્ષેપનો ખતરો” ગણાવ્યો અને કહ્યું કે સરકારે “કેનેડાની મજબૂત લોકશાહી સંસ્થાઓ અને પ્રક્રિયાઓનું રક્ષણ કરવા માટે પગલાં ભરવા જોઈએ.
કેનેડિયન મીડિયા ગ્લોબલ ન્યૂઝે પોતાના બ્રીફિંગ રિપોર્ટમાં કહ્યું- આ પહેલીવાર છે જ્યારે કેનેડાએ ભારત પર ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાનો આરોપ લગાવ્યો છે.
ચીન અને રશિયા પર પહેલાથી જ કેનેડાની રાજનીતિમાં દખલ કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
24 ફેબ્રુઆરી, 2023ના રોજ, એજન્સીએ ‘વિદેશી હસ્તક્ષેપ પર લોકશાહી સંસ્થાઓના મંત્રીને બ્રીફિંગ’ હેડલાઇન સાથે અહેવાલ આપ્યો હતો.
આ રિપોર્ટમાં ભારત સહિત ચીનનું પણ નામ છે અને તેને “અત્યાર સુધીનો સૌથી મહત્વપૂર્ણ ખતરો” કહેવામાં આવ્યો છે.
અહેવાલમાં જણાવાયું છે કે પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈનાની FI પ્રવૃત્તિઓ (વિદેશી હસ્તક્ષેપ) વ્યાપક બની છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીનની ગતિવિધિઓ નોંધપાત્ર, વ્યાપક અને સમગ્ર દેશમાં સરકાર અને નાગરિકોના તમામ સ્તરોની વિરુદ્ધ કામ કરી રહી છે.
ગ્લોબલ ન્યૂઝના બ્રીફિંગ રિપોર્ટ અનુસાર કેનેડાના લેટેસ્ટ ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં ભારત અને ચીન જ એવા બે દેશ છે જેને ચૂંટણી માટે ખતરો ગણાવ્યો છે, આ રિપોર્ટમાં રશિયાનું નામ સામેલ નથી.
ગ્લોબલ ન્યૂઝ અને ગ્લોબ એન્ડ મેઇલ દ્વારા કેનેડિયન ચૂંટણીમાં ચીનની દખલગીરી તરફ ધ્યાન દોર્યા પછી વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની સરકારે તપાસનો આદેશ આપ્યો હતો.
તાજેતરમાં પ્રકાશિત થયેલ કેનેડિયન ઇન્ટેલિજન્સ બ્રીફિંગ,ગ્લોબલ ન્યૂઝ અને ગ્લોબ રિપોર્ટિંગને ટાંકીને જણાવ્યું હતું કે “કેનેડામાં પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાના FI પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
ખાસ કરીને ચૂંટણીના ત્રણ પેજના રિપોર્ટમાં ચીન ઉપરાંત ભારતની દખલગીરી મામલે મુદ્દાઓ પણ સામેલ છે.