21 જાન્યુઆરીના રોજ એક ટ્વીટમાં એલોન મસ્કએ ભારતનો પક્ષ લઈને કહ્યું હતું કે યુએનમાં ભારતને કાયમી સભ્યપદ મળવું જોઈએ.

યુએનમાં હવે સુધારો કરવાની જરૂર છે, દુનિયામાં ભારત સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવા છતાં ભારતને સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ ન મળવું તે વાહિયાત છે.

ભારત સિવાય તેમણે આફ્રિકાનો પણ પક્ષ લીધો અને કહ્યું કે આફ્રિકાને પણ સામૂહિક રીતે ઈન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઈઝેશન (IMO)માં કાયમી સ્થાન મળવું જોઈએ.

ટેસ્લાના CEO ઈલોન મસ્કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં ભારતનું કાયમી સભ્યપદ નહી હોવાની વાતને વાહિયાત ગણાવી હતી.

મસ્કે ઉમેર્યું કે કેટલાક શક્તિશાળી દેશો UNSCમાં ભારતને કાયમી સભ્યપદ મળે તેવું ઈચ્છતા નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે UNSCમાં 5 સ્થાયી સભ્યો છે – અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન.
તેમાંથી 4 દેશો ભારતને સમર્થન આપવા તૈયાર છે, પરંતુ ચીન નથી ઈચ્છતું કે યુએનની સૌથી શક્તિશાળી સંસ્થામાં ભારતને એન્ટ્રી મળે. UN સુરક્ષા પરિષદમાં કોઈપણ ઠરાવ પસાર કરવા માટે તમામ 5 સ્થાયી દેશોનું સમર્થન જરૂરી છે.