સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)માં જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા બદલ ભારતે પાકિસ્તાનની ટીકા કરી છે.
પાકિસ્તાનના આ વર્તનની ટીકા કરતા ભારતે કહ્યું કે તેણે પોતાના નબળા માનવાધિકાર રેકોર્ડનું આત્મનિરીક્ષણ કરવું જોઈએ.
ભારતે કહ્યું કે પાકિસ્તાન વૈશ્વિક સ્તરે ‘વિશ્વની આતંકવાદ ફેક્ટરી’ તરીકે ઓળખાય છે.
જિનીવામાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનમાં અન્ડર સેક્રેટરી જગપ્રીત કૌરે UNHRCના 55મા નિયમિત સત્રમાં સામાન્ય ચર્ચામાં દેશના પ્રતિનિધિ તરીકે જવાબ આપવાના અધિકારનો ઉપયોગ કર્યો. આ પહેલા પાકિસ્તાને ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC) વતી બોલતા જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો.
કૌરે કહ્યું, પાકિસ્તાન પાસે કશું જ રચનાત્મક નથી.
ભારત વતી જગપ્રીત કૌરે કહ્યું કે, અમે આવી ટિપ્પણીઓને તેમના પર પ્રતિક્રિયા આપીને પ્રોત્સાહિત કરવા માંગતા નથી અને માત્ર પ્રતિનિધિમંડળને તેમના પોતાના માનવ અધિકારના રેકોર્ડ અને વિશ્વની આતંકવાદ ફેક્ટરી તરીકેની તેમની વૈશ્વિક પ્રતિષ્ઠાની ફરીથી આ મંચ ઉપર યાદ અપાવી કૌરે પાકિસ્તાની પ્રતિનિધિમંડળને આતંકવાદના મુદ્દે આત્મનિરીક્ષણ કરવા ટકોર કરી હતી.