બાંગ્લાદેશની સૌથી મોટી વિપક્ષી પાર્ટી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) એ માલદીવની જેમ ‘ઈન્ડિયા આઉટ’નો નારો આપ્યો છે.

માલદીવના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ તેમના ચૂંટણી પ્રચારમાં ઈન્ડિયા આઉટ ઓપરેશન શરૂ કર્યું અને તેઓએ મોહમ્મદ મુઈઝુએ ચૂંટણીમાં ભારત તરફી ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહને હરાવ્યા હતા.
બસ આજ થીમ ઉપર હવે બાંગ્લાદેશમાં પણ સૌથી મોટી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીએ પણ ‘ઇન્ડિયા આઉટ’ અભિયાન શરૂ કર્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકાએ આ પાર્ટીને ટિયર-3 આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે.

બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના વડા બેગમ ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાને ઇન્ડિયા આઉટ ઓપરેશન શરૂ કર્યું છે.
તેઓ હાલમાં BNPના કાર્યકારી અધ્યક્ષ છે.
BNPના નેતૃત્વમાં બાંગ્લાદેશમાં ઈન્ડિયા આઉટ મૂવમેન્ટ માલદીવના અભિયાનની યાદ અપાવે છે, જેના કારણે આજે ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોમાં તણાવ છે.
બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) એ દેશની ઇસ્લામિક પાર્ટી છે. અમેરિકાએ આ પાર્ટીને ટિયર-3 આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. જેના કારણે BNPએ ‘ઇન્ડિયા આઉટ’ આંદોલન શરૂ કર્યું છે. આ દરમિયાન BNP કાર્યકર્તાઓ ‘ભારત બાંગ્લાદેશનો મિત્ર નથી અને ભારત બાંગ્લાદેશનો નાશ કરી રહ્યું છે’ જેવા નારા લગાવી રહ્યા છે. BNP કાર્યકર્તાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર ભારત વિરોધી સૂત્રોચ્ચાર પોસ્ટ કરીને ભાવનાઓને ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે સોશિયલ મીડિયાની મદદથી ભારત વિરોધી આંદોલનને નેપાળમાં લઈ જવાનો પ્રયાસ કરી રહ્યો છે.