ગુજરાતના ગરબા સમગ્ર વિશ્વમાં પ્રચલિત છે પરંતુ હવે તેનું ગૌરવ વધારતા સાંસ્કૃતિક વારસા એવા ગરબાને યૂનેસ્કોની યાદી માટે નોમિનેટ કરાયું છે
નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
ગયા વર્ષે ડિસેમ્બરમાં, કોલકાતામાં અમૂર્ત સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ પર યુનેસ્કોની 2003 કોન્ફરન્સની આંતર-સરકારી સમિતિએ દુર્ગા પૂજાને માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ સૂચિમાં સામેલ કરી હતી અને હવે ગુજરાતનુ ગૌરવ વૈશ્વિક સ્તરે વધ્યુ છે, ગુજરાતાના સાંસ્કૃતિક વરસા એવા ગુજરાતી ગરબાને યૂનેસ્કોની યાદીમાં સ્થાન મળ્યુ છે. યૂનેસ્કોના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની શ્રેણીના સચિવ ટિમ કર્ટિસે ગયા ડિસેમ્બરમાં કોલકત્તાના ‘દુર્ગા પુજા ઉત્સવ’ને અમૂર્ત સાંસ્કૃતિક વારસો જાહેરકરીને ઉપલક્ષ્યમાં દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં આયોજિત એક કાર્યક્રમમાં ગરબાને નામિત કરવા સાથે જોડાયેલા વિવરણને શેર કર્યુ હતુ.
ગુજરાતના પ્રસિદ્ધ પારંપરિક ગરબાને યૂનેસ્કોના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. એક શીર્ષ અધિકારીએ શનિવારે કહ્યું કે, આગામી વર્ષના ચક્ર માટે નવીનત્તમ નામાંકન પર વિચાર કરવામાં આવશે. “આગામી વર્ષના ચક્ર માટે નવીનતમ નામાંકન ધ્યાનમાં લેવામાં આવશે,” તેમ કર્ટિસે જણાવ્યું હતું.
2023ના મધ્યમાં મૂલ્યાંકન સંસ્થા દ્વારા નામાંકન ફાઈલોની ચકાસણી કરવામાં આવશે અને સમિતિના 2023 સત્ર માટેના નામો આવતા વર્ષના અંત સુધીમાં નક્કી કરવામાં આવશે. કર્ટિસના પ્રેઝન્ટેશનની એક સ્લાઇડમાં ગરબા કલાકારોની તસવીર હતી અને તેનું શીર્ષક ‘ગુજરાત કા ગરબાઃ ઈન્ડિયાઝ નેક્સ્ટ એલિમેન્ટ’ હતું. તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે “ફાઈલ હાલમાં સચિવાલયની તકનીકી પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે.”