ટીમ ઇન્ડિયાના એક નિર્ણયથી બાજી બગડી
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં ભારતનો કારમો પરાજય થયો હતો. પાકિસ્તાન બાદ હવે ન્યુઝીલેન્ડ સામેની હાર બાદ હવે ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપમાંથી ભારતની સફર લગભગ પૂરી થઈ ગઈ છે. આગળની ત્રણ મેચોમાં ભારત ભારે માર્જિનથી વિજય મેળવે અને અન્ય ટીમોનો ખરાબ પરાજય થાય તો કદાચ ભારત સેમી ફાયનલમાં પહોંચી તેવી પાતળી શક્યતા બચે છે.
ભારતની બેટિંગ ખૂબ નબળી રહી હતી. ભારતે સાત વિકેટે 110 રન બનાવ્યા હતા જેમાં રવીન્દ્ર જાડેજા અને હાર્દિક પંડયા આ બે ખેલાડીઓ જ 20 કરતાં વધારે રન કરવામાં સફળ રહ્યા હતા. ભારતના બેટ્સમેનો ખરાબ શોર્ટ સિલેક્શનનાં પગલે આઉટ થઈ ગયા હતા. મેન ઓફ ધ મેચ સ્પિનર ઇશ સોઢી ભારતને ભારે પડ્યો હતો અને બેટ્સમેનો છગ્ગા મારવાના પ્રયાસોમાં વિકેટ ફેંકી દેતા જોવા મળ્યા હતા.