- કેનેડામાં ભારતીયો માટે વિદેશ મંત્રાલયની એડવાઇઝરી
- હિંસક તત્વોથી દૂર રહેવાની એડવાઇઝરીમાં સૂચના
- ભારતીય વિદ્યાર્થી-નાગરિકો માટે સરકારની એડવાઇઝરી
- કેનેડામાં મોટેપાયે ગુજરાતી વિદ્યાર્થીઓની મોજુદગી
- કેનેડાના નિર્ણયનો વિરોધ કરતા ભારતીયોને ચેતતા રહેવા અપીલ
- આતંકી તત્વોના વિસ્તારમાં ન જવા માટે અપીલ
કેનેડામાં હરદીપસિંહ નિઝ્ઝરની હત્યામાં ભારતનો હાથ હોવાના આરોપ બાદ બંને દેશો વચ્ચે તણાવની પરિસ્થિતિ છે. એકતફ જ્યાં કેનેડાએ પોતાના નાગરિકોને જમ્મુ કાશ્મીરનો પ્રવાસ ન ખેડવાની એડવાઇઝરી જારી કરી છે તો હવે ભારત સરકારે પણ કેનેડામાં રહેતા ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે એડવાઇઝરી જાહેર કરી છે.
કેનેડામાં વધતી જતી ભારત વિરોધી ગતિવિધિઓ અને રાજકીય નફરતને પગલે ગુનાઓ અને હિંસા વધવાની શક્યતા છે. જેને લઇ વિદેશ મંત્રાલયે ત્યાંના તમામ ભારતીય નાગરિકો અને મુસાફરી કરવાનું વિચારી રહેલા લોકોને અત્યંત સાવધાની રાખવા વિનંતી કરવામાં આવે છે.
તાજેતરમાં, ધમકીઓએ ખાસ કરીને ભારતીય રાજદ્વારીઓ અને ભારતીય સમુદાયના વર્ગોને નિશાન બનાવવામાં આવ્યા છે. જેઓ ભારત વિરોધી એજન્ડાનો વિરોધ કરે છે. તેથી ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ કેનેડામાં એવા પ્રદેશો અને સંભવિત સ્થળોએ મુસાફરી કરવાનું ટાળે જ્યાં આવી ઘટનાઓ જોવા મળી હોય.
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમારા હાઈ કમિશન/કોન્સ્યુલેટ જનરલ કેનેડામાં ભારતીય સમુદાયની સલામતી અને સુખાકારીની ખાતરી કરવા માટે કેનેડિયન સત્તાવાળાઓ સાથે સંપર્કમાં રહેવાનું ચાલુ રાખશે.કેનેડામાં બગડતા સુરક્ષા વાતાવરણને જોતાં, ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓને અત્યંત સાવધાની રાખવાની અને જાગ્રત રહેવાની સલાહ આપવામાં આવે છે.