બ્રિટિશ અખબાર ધ ગાર્ડિયને દાવો કર્યો છે કે ભારતની ગુપ્તચર એજન્સી RAWના એજન્ટો પાકિસ્તાનમાં ઘૂસી ભારતના દુશ્મનોને ખતમ કરી રહ્યા છે. અખબાર દાવા સાથે કહે છે કે ભારતના PM નરેન્દ્ર મોદીની સૂચનાથી RAW એક્ટિવ છે.

સરકાર વિદેશમાં એવા દુશ્મનોને ખતમ કરાવી રહી છે જેઓ ભારત માટે ખતરો છે.
જોકે,ભારત સરકારે બ્રિટિશ મીડિયાના દાવાને ફગાવી દીધા છે. સરકારે આરોપોને નકારી કાઢતા કહ્યું કે ભારત આ પ્રકારે ક્યારેય લક્ષ્યાંકિત હત્યાઓ કરતું નથી.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતે 2019માં પુલવામા હુમલા બાદ રાષ્ટ્રીય સુરક્ષા માટેના બોલ્ડ અભિગમના ભાગરૂપે આ ઓપરેશન્સ હાથ ધર્યા છે.

રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનમાં 2020 થી અત્યાર સુધીમાં લગભગ 20 હત્યાઓ થઈ છે, જે અજાણ્યા લોકો દ્વારા કરવામાં આવી છે.
અહેવાલમાં જણાવાયું છે કે માર્ચ 2022 માં કરાચીમાં ગોળીબાર કરવા માટે અફઘાન નાગરિકોને કથિત રીતે લાખો રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. તેઓ સરહદ પાર કરીને ભાગી ગયા હતા, પરંતુ બાદમાં પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓએ તેમના હેન્ડલર્સની ધરપકડ કરી હતી. જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર શાહિદ લતીફનું પણ પાકિસ્તાનમાં મોત થયું હતું.
એવો પણ દાવો કરવામાં આવે છે કે પાકિસ્તાની તપાસકર્તાઓએ શોધી કાઢ્યું હતું કે લતીફને શોધવા માટે એક ગુપ્ત ભારતીય એજન્ટ દ્વારા હત્યારાને કથિત રીતે લાખો રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.
ભારત હવે દરેક મુદ્દે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહ્યું છે. સર્જિકલ સ્ટ્રાઈક હોય કે આંતરરાષ્ટ્રીય મંચ, પાકિસ્તાનને ખુલ્લેઆમ જવાબ આપવામાં આવી રહ્યો છે. સાથે જ પાડોશી દેશમાં ભારતના દુશ્મનોનો પણ ખાત્મો થઈ રહ્યો છે ત્યારે મોટો દાવો કર્યો છે અને કહ્યું છે કે આની પાછળ ભારતનો હાથ છે.
જોકે,પાકિસ્તાનમાં આતંકવાદીઓના સફાયા પાછળ ભારતનો હાથ હોવાના બ્રિટિશ અખબારના દાવાને ભારતે નકારી કાઢ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પણ અગાઉ તેમના દેશમાં થયેલ નિજ્જર હત્યા કેસમાં ભારત સરકારના એજન્ટો RAWનો ઉલ્લેખ કરી વિવાદ ઉભો કર્યો હતો અને ભારત સરકાર પર આરોપ લગાવ્યા હતા. 
ત્યારબાદ હવે ફરી પાકિસ્તાનમાં રહેલા ભારત વિરોધી તત્વોને ભારતના RAWના એજન્ટ્સ સફાયો કરી રહયાના આરોપ લાગ્યા છે.