હમાસ-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે વધુ એક યુદ્ધ મંડરાઈ રહ્યું છે.
ઈરાન ઈઝરાયેલ પર મોટો હુમલો કરી શકે છે.
બીજી તરફ આ ચેતવણીને ધ્યાનમાં રાખીને, ઈઝરાયેલે પણ હુમલાનો સામનો કરવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સીરિયામાં ઈરાનના કોન્સ્યુલેટ પર હુમલો થયો તે સમયે બે ઈરાની જનરલ માર્યા ગયા હતા.
આ વાતને લઈ ઈરાન નારાજ છે અને તેણે ઈઝરાયેલને વળતી કાર્યવાહીની પણ ચેતવણી આપી છે.
આ યુદ્ધની સંભાવના વચ્ચે ભારત, ફ્રાન્સ, પોલેન્ડ અને રશિયા સહિતના દેશોએ તેમના નાગરિકોને આ પ્રદેશમાં મુસાફરી ન કરવાની સલાહ આપી છે. ઉલ્લેખનીય છે કે હમાસ અને ઈઝરાયેલ વચ્ચે સાત મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. તે જ સમયે, વ્હાઇટ હાઉસની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જોન કિર્બીનું કહેવું છે કે ઈરાન હુમલો કરશે જેનાથી ખતરો હોય સતર્ક રહેવા જણાવાયું છે.
ઇઝરાયેલે લોકોને સાવચેત રહેવા માટે જણાવ્યું છે.
ઇઝરાયેલના રાજદ્વારી મિશનને આંશિક રીતે ખાલી કરવામાં આવ્યા છે અને સુરક્ષા વધારી દેવામાં આવી છે.
આવા સમયે સંભવિત યુદ્ધગ્રસ્ત દેશોમાં લોકોને મુસાફરી નહિ કરવા ચેતવણી અપાઈ છે.