ભારતે દક્ષિણ આફ્રિકા સામેની બે ટેસ્ટ મેચોની શ્રેણીની બીજી મેચ સાત વિકેટે જીતી લીધી છે.
આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે,પ્રથમ દાવમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 55 રનમાં સમેટાઈ ગઈ હતી.
જે બાદ ભારત 153 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું,યજમાન ટીમે બીજા દાવમાં 173 રન બનાવ્યા હતા.
આ રીતે ભારતને 79 રનનો ટાર્ગેટ મળ્યો હતો,તેણે ત્રણ વિકેટ ગુમાવીને આ સિદ્ધિ મેળવી હતી.

કેપટાઉન ટેસ્ટ જીતીને ભારતે ઈતિહાસ રચ્યો છે. તેણે અહીં પ્રથમ વખત ટેસ્ટ મેચ જીતી છે. કેપટાઉનમાં ભારતની આ સાતમી ટેસ્ટ મેચ હતી.

અગાઉ તેને છમાંથી ચારમાં હારનો સામનો કરવો પડ્યો હતો, બે ટેસ્ટ ડ્રો થઈ હતી. ભારતે કેપટાઉન ટેસ્ટ જીતીને શ્રેણીમાં પણ 1-1ની બરાબરી હાંસલ કરી હતી,આ બીજી વખત છે જ્યારે ભારત દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી ડ્રો કરવામાં સફળ રહ્યું છે.
અગાઉ 2010-11માં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી 1-1થી ડ્રોમાં સમાપ્ત થઈ હતી.

દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, તેમનો નિર્ણય ખોટો સાબિત થયો.
પ્રથમ દાવમાં દક્ષિણ આફ્રિકાની ટીમ માત્ર 55 રન પર જ સિમિત રહી હતી. જે બાદ ભારત 153 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.
મેચના પહેલા દિવસે જ બંને ટીમોની પ્રથમ ઇનિંગ્સનો અંત આવ્યો હતો. મેચના બીજા દિવસે યજમાન ટીમે બીજા દાવમાં 173 રન બનાવ્યા હતા.
આ રીતે ભારતને 79 રનનો ટાર્ગેટ મળ્યો હતો અને તેણે ત્રણ વિકેટ ગુમાવીને આ સિદ્ધિ મેળવી હતી.

બીજા દાવમાં રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે ભારતને મજબૂત શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 44 રનની ભાગીદારી કરી હતી. ભારતને પહેલો ફટકો યશસ્વીના રૂપમાં લાગ્યો હતો. તે 23 બોલમાં 28 રન બનાવીને આઉટ થયો હતો. તેણે છ ચોગ્ગા ફટકાર્યા હતા. તે આન્દ્રે બર્જરના બોલ પર ટ્રિસ્ટન સ્ટબ્સના હાથે કેચ આઉટ થયો હતો. ભારતને બીજો ઝટકો શુભમન ગિલના રૂપમાં લાગ્યો હતો. તે 11 બોલમાં 10 રન બનાવીને આઉટ થયો હતો. કાગિસો રબાડાએ તેને ક્લીન બોલ્ડ કર્યો હતો. શુભમને તેની ઇનિંગમાં બે ચોગ્ગા ફટકાર્યા હતા. વિરાટ કોહલી આઉટ થનાર ત્રીજો ભારતીય બેટ્સમેન હતો. તે 11 બોલમાં 12 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. માર્કો જેન્સનના બોલ પર વિકેટકીપર કાયલ વેરેયેને કેચ પકડ્યો હતો. રોહિત શર્મા (17 રન) અને શ્રેયસ અય્યરે (4 રન) મેચ પૂરી કરી હતી