પાકિસ્તાન સામે દુબઇમાં મળેલી હારનો ભારતે લીધો બદલો, અર્શદીપ સિંહે પણ પાકિસ્તાન સામે બદલો લીધો, 53 બોલમાં કોહલીએ ફટકાર્યા 82 રન

ભારત 160/4, પાકિસ્તાન 159/8, મેન ઓફ ધ મેચ વિરાટ કોહલી

કેતન જોષી. નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
મેલબોર્નમાં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 4 વિકેટે હરાવ્યું હતું. ભારતની આ જીતનો હીરો હતો વિરાટ કોહલી. કિંગ કોહલીએ માત્ર 53 બોલમાં અણનમ 82 રનની ઇનિંગ રમીને ટીમ ઈન્ડિયાને લગભગ હારેલી જીત અપાવી હતી. તમને જણાવી દઈએ કે પહેલા રમતા પાકિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટે 159 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે છેલ્લા બોલે લક્ષ્યનો પીછો કર્યો હતો.

160 રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતે 31 રનમાં જ ચાર વિકેટ ગુમાવી દીધી હતી. જોકે ત્યારબાદ કોહલીની વિરાટ સ્વરૂપ જોવા મળ્યું અને હાર્દિક પંડ્યાની સાથે પાંચમી વિકેટની ભાગીદારીમાં 113 રન જોડતા ભારતની જીતનો પાયો નંખાયો હતો. અંતિમ ઓવરમાં 2 ઓવરમાં 31 રનની જરૂરિયાત હતી ત્યારે કિંગ કોહલીએ બાજી સંભાળી લીધી હતી. 19મી ઓવરના અંતિમ બે બોલમાં 2 છગ્ગા ફટકારી છેલ્લી ઓવરમાં 16 રનની જરૂરિયાત સુધી મેચ લાવી દીધી હતી. અંતિમ ઓવરમાં કોહલીએ મોહમ્મદ નવાઝને જુડી કાઢ્યો હતો અને મેચ જીતવામાં સૌથી મોટો સિંહ ફાળો નોંધાવ્યો હતો. અશ્વિને અંતિમ બોલે એક રન નોંધાવાને ભારતને જીતાડ્યું હતું.

આ પછી હાર્દિક પંડ્યાએ વિરાટ કોહલી સાથે મળીને પાંચમી વિકેટ માટે 78 બોલમાં 113 રનની ભાગીદારી કરી હતી. છેલ્લી પાંચ ઓવરમાં ભારતને જીતવા માટે 60 રનની જરૂર હતી. 16મી ઓવરમાં છ રન અને 17મી ઓવરમાં છ રન થયા હતા. 18મી ઓવરમાં કોહલીએ ગિયર બદલ્યો અને શાહીન આફ્રિદીની ઓવરમાં ત્રણ ચોગ્ગા ફટકાર્યા. ભારતે 18મી ઓવરમાં 17 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાને છેલ્લી બે ઓવરમાં 31 રનની જરૂર હતી. કોહલીએ 19મી ઓવરના છેલ્લા બે બોલમાં બે સિક્સર ફટકારી હતી. તે ઓવરમાં હરિસ રઉફ બોલિંગ કરી રહ્યો હતો.

ભારતને છેલ્લી ઓવરમાં 16 રનની જરૂર હતી. મોહમ્મદ નવાઝ બોલિંગ કરવા આવ્યો હતો અને તેણે પહેલા જ બોલ પર હાર્દિક પંડ્યાને પેવેલિયન મોકલી દીધો હતો. હાર્દિક 37 બોલમાં 40 રન બનાવીને આઉટ થયો હતો. કાર્તિકે બીજા બોલ પર એક રન લીધો. કોહલીએ ત્રીજા બોલ પર બે રન લીધા હતા.

કોહલીએ ચોથા બોલ પર સિક્સર ફટકારી હતી. ઊંચાઈના કારણે અમ્પાયરે તેને નો બોલ આપ્યો. આ પછી નવાઝે ફ્રી હિટમાં વાઈડ બોલ ફેંક્યો. કોહલીએ ચોથા બોલ પર બાયમાં ત્રણ રન લીધા હતા. કાર્તિક પાંચમા બોલ પર આઉટ થયો હતો. તે રન બનાવી શક્યો હતો. નવાઝે છેલ્લા બોલ પર પહેલો વાઈડ બોલ્ડ કર્યો અને ત્યાર બાદ અશ્વિને એક રન લઈને મેચ જીતી લીધી.

ગયા વર્ષે રમાયેલા T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને પાકિસ્તાનના હાથે 10 વિકેટે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયા આ હારમાંથી બહાર ન આવી શકી અને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ. હવે ભારતીય ટીમ પાકિસ્તાન પાસેથી આ હારનો બદલો લેવા માંગશે.