મુંબઈ ટેસ્ટના ચોથા દિવસે ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડને ૩૭૨ અને કારમો પરાજય આપ્યો છે. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ભારતનો આ સૌથી મોટો વિજય છે. મેચના ચોથા દિવસે પ્રથમ સેશનમાં જયંત યાદવ ની બોલિંગ સામે ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ઘૂંટણિયે પડયા હતા. ભારતે 540 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. જેની સામે ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર 167 રનોમાં જ સમેટાઈ ગઈ. ચોથા દિવસમાં પહેલાં જ સેશનમાં ભારતે આ શાનદાર જીત મેળવી લીધી છે. મુંબઈ ટેસ્ટમાં જયંત યાદવ અને રવિચંદ્રન અશ્વિને 4-4 વિકેટ ઝડપી હતી. આ સાથે જ 2 ટેસ્ટ મેચની શ્રેણી ભારતે 1-0થી જીતી લીધી છે.