14 વખતના ચેમ્પિયન ઈન્ડોનેશિયાને ભારતીય યુવા ટીમે આસાનીથી હરાવ્યું, પ્રથમવાર 72 વર્ષમાં કર્યો હતો ફાઇનલમાં પ્રવેશ

@BadmintonPhoto

ભારતીય બેડમિન્ટન ટીમે રવિવારે થોમસ કપની ફાઇનલમાં 14 વખતની ચેમ્પિયન ઇન્ડોનેશિયાને 3-0થી હરાવીને ઇતિહાસ રચ્યો હતો. ભારતે હરાવીને ઈતિહાસ રચ્યો અને પ્રથમ વખત થોમસ કપનો ખિતાબ જીત્યો.

ભારત માટે લક્ષ્ય સેને ઈન્ડોનેશિયાના એન્થોની ગિંટીંગને 21-8 17-21 16-21થી હરાવી ટીમને 1-0ની મહત્વપૂર્ણ લીડ અપાવી હતી. આ પછી, ભારતની સાત્વિક અને ચિરાગની જોડીએ ડબલ્સમાં જોરદાર રમત બતાવી, 18-21, 23-21, 21-19થી જીત મેળવીને ટીમને 2-0ની સરસાઈ અપાવી. ત્યાર બાદ ત્રીજી મેચમાં કે શ્રીકાંતે જોનાથનને સીધી ગેમમાં 21-15, 23-21થી હરાવીને ટીમને ઐતિહાસિક જીત અપાવી હતી અને ટીમને 3-0ની સરસાઈ અપાવી હતી.પ્રથમ મેચમાં, વિશ્વના 9 નંબરના શટલર લક્ષ્ય સેને પુરૂષ સિંગલ્સ વર્ગમાં વિશ્વના ચોથા નંબરના એન્થોની સિનિસુકા ગિંટીંગને હરાવ્યો હતો, જ્યારે બીજી મેચમાં, સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ ઇન્ડોનેશિયાના કેવિન સંજય અને મોહમ્મદ અહેસાનને પુરૂષ ડબલ્સમાં હરાવ્યા હતા.