બંને દેશોના વાણિજ્ય પ્રધાનો વચ્ચે નવી દિલ્હીમાં બેઠક થઇ
વર્ષ 2021માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 12.3 બિલિયન ડોલરનો વેપાર
નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
ઓસ્ટ્રેલિયા અને ભારત આગામી વર્ષે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ પર હસ્તાક્ષર કરવાની યોજના બનાવી રહ્યા છે. આ સાથે જ બંને દેશો ક્રિસમસ પહેલા અર્લી હાર્વેસ્ટ ટ્રેડ ડીલને પણ પૂર્ણ કરવાનું મન બનાવી ચૂક્યા છે. નવી દિલ્હીમાં ઓસ્ટ્રેલિયા અને ભારતના વાણિજ્ય પ્રધાન પીયુષ ગોયલ તથા ડાન તેહાને સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે નવા કરાર હેઠળ ગુડ્સ, સર્વિસ, રોકાણ, સરકારી નિયંત્રણ તથા લોજિસ્ટિકને લગતા તમામ ઉદ્યોગને ફાયદો થશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 12.3 બિલિયન ડોલરનો વેપાર
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેનો કુલ વેપાર વર્ષ 2021માં 12.3 બિલિયન ડોલરે પહોંચ્યો છે. જેમાં ભારતનો હિસ્સો 4.2 બિલિયન ડોલર જેટલો છે. જેમાં મિનરલ ફ્યુલ્સ, ફાર્માસ્યુટિકલ્સ પ્રોડક્ટ્સ, ઓર્ગેનિક કેમિકલ્સ તથા જેમ એન્ડ જ્વેલરીનો ભાગ સૌથી વધુ રહ્યો છે. જ્યારે ઓસ્ટ્રેલિયાએ ભારત સાથે 8 બિલિયન ડોલરથી વધુનો વેપાર કર્યો છે.