એશિયા કપ ટી-20 ફોર્મેટમાં રમાશે, ભારત-પાકિસ્તાન 28 ઓગષ્ટે એકબીજા સામે ટકરાશે, ટી-20 વર્લ્ડ કપ 2022માં પણ આ બંને ટીમોની થશે ટક્કર

India Vs Pakistan, IndVsPak, Asia Cup 2022, Rohit Sharma, Babar Azam, Team India, Pakistan, ભારત અને પાકિસ્તાન ક્રિકેટ મેચ, ભારત, પાકિસ્તાન, ભારતીય ટીમ,

IND vs PAK in Asia Cup 2022: ટી ટ્વેન્ટી વિશ્વકપ બાદ ભારત અને પાકિસ્તાન (india vs Pakistan ફરી એકવાર આમને સામને થવા જઈ રહ્યા છે. બંને ટીમો ઓગસ્ટમાં શ્રીલંકામાં યોજાનારા એશિયા કપમાં રમી શકે છે.  આ મેચને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. ઓગસ્ટના અંતમાં આ મહામુકાબલો રમાઇ શકે છે. ખરેખરમાં, આ વર્ષના એશિયા કપ 2022 (Asia Cup 2022)માં રૂપરેખા લગભગ તૈયાર થઇ ગઇ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ટૂર્નામેન્ટ શ્રીલંકામાં રમાવવાની લગભગ નક્કી થઇ ગઇ છે, અને શિડ્યૂલ પર પણ વાત પાક્કી થઇ ગઇ છે.

ઓસ્ટ્રેલિયામાં T20 વિશ્વ કપમાં પણ ભારત અને પાકિસ્તાન ટકરાશે
મહત્વનું છે કે એશિયા કપ ટી-20 ફોર્મેટમાં રમાશે. ટી-20 વર્લ્ડ કપની તૈયારીઓની દ્રષ્ટિએ આ ટુર્નામેન્ટ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. તો ભારત-પાકિસ્તાનની ટીમો ટી-20 વર્લ્ડ કપ 2021 બાદ પહેલી વખત એકબીજા સામે ટકરાશે. જેમાં ભારતીય ટીમને 10 વિકેટથી કરારી હાર મળી હતી. એશિયા કપ બાદ ભારતીય ટીમ અને પાકિસ્તાનની ટક્કર ટી-20 વર્લ્ડ કપ 2022માં પણ થશે. આ મેચ 23 ઓક્ટોબરે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. એટલેકે ક્રિકેટ પ્રેમીઓને બે મહિનામાં બે વખત ભારત- પાકિસ્તાનની ટક્કર જોવા મળશે.

ભારત છે વર્તમાન એશિયા કપ ચેમ્પિયન
રવિવાર અને ભારત-પાકિસ્તાનની મેચના સંગમનો ફાયદો એશિયન ક્રિકેટ કાઉન્સિલ સહિત બ્રોડકાસ્ટર્સને વધુમાં વધુ TRP મળી શકે છે. જેના કારણે આ મેચ માટે રવિવાર પસંદ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, એશિયા કપ માટે ટીમ ઇન્ડિયા, શ્રીલંકા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશે પોતાનું સ્થાન પહેલેથી જ નિશ્ચિત કરી દીધું છે. આ ઉપરાંત યુએઈ, નેપાળ, ઓમાન, હોંકૉન્ગ અને બાકીની ટીમો વચ્ચે ક્વોલિફાયર રાઉન્ડ રમાશે. ટીમ ઇન્ડિયા આ વખતે ડીફેન્ડીગ ચેમ્પિયન છે, જેણે ગત ટૂર્નામેન્ટમાં ફાઇનલમાં બાંગ્લાદેશને હાર આપી હતી.

પાછલી મેચમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું હતું
ભારતે પાકિસ્તાન સામે રમવા અને શ્રીલંકા પ્રવાસ માટે ગ્રીન સિગ્નલ આપી દીધું છે. જેને લઈને શ્રીલંકાએ ટૂર્નામેન્ટ માટે તૈયારીઓ આરંભી દીધી છે. 21 ઓગસ્ટથી ક્વોલિફાયર રાઉન્ડ શરુ કરી દેવામાં આવશે. તો 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી ટૂર્નામેન્ટની મેચ રમાશે. ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ રોહિત શર્મા, જયારે પાકિસ્તાનની કેપ્ટનશીપ બાબર આઝમ સંભાળશે. ગત ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં પાકિસ્તાને 10 વિકેટે જીત મેળવી હતી.